ગુજરાત/ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મહિધરપુરા હીરા બજારની મુલાકાતે, વેપારીઓ સાથે ચાની ચૂસકી પણ માની

ગૃહ મંત્રી હર્ષ સંઘવીનું અભિવાદન કરવા માટે એકઠા થયા હતા. આ ઉપરાંત હર્ષ સંઘવીએ હીરા બજારમાં ઓટલા પર બેસીને ચાની ચુસ્તી પણ માણી હતી.

Gujarat Surat
Untitled 61 ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મહિધરપુરા હીરા બજારની મુલાકાતે, વેપારીઓ સાથે ચાની ચૂસકી પણ માની

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આજે મહિધરપુરા હીરા બજારની મુલાકાતે પહોંચ્યા હતા. હીરા બજારમાં વેપાર કરતાં વેપારીઓ સાથે હર્ષ સંઘવીએ મુલાકાત કરી હતી અને વેપારીઓ સાથે ચાની ચૂસકી પણ માણી હતી. મહત્વની વાત છે કે હર્ષ સંઘવીનું સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં હીરા વેપારીઓ એકઠા થયા હતા. તો કેટલાક વેપારીઓએ ગૃહ મંત્રી હર્ષ સંઘવી સાથે સેલ્ફી પણ પડાવી હતી.

મહિધરપુરા હીરા બજારની સાંકડી ગલીઓમાં હીરાના વેપારીઓ સાથે હીરા ઉદ્યોગને લઈને રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા વાતચીત પણ કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં વેપારીઓ ગૃહ મંત્રી હર્ષ સંઘવીનું અભિવાદન કરવા માટે એકઠા થયા હતા. આ ઉપરાંત હર્ષ સંઘવીએ હીરા બજારમાં ઓટલા પર બેસીને ચાની ચુસ્તી પણ માણી હતી.

રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું હતું કે, અહીંયા આ ગલીયોમાં આજ ઓટલા ઉપર બેસીને વર્ષો વર્ષથી હજારો લોકો સુરતને હીરા નગરી તરીકે ઓળખતી કરી છે. સુરત શહેરને આજ ગલીના લોકોએ ઘણું બધું આપ્યું છે. આ વિસ્તારમાં હીરાના વેપાર જોડે જોડાયેલા લોકો જોડે મારો જે સંબંધ છે. તે રાજકીય પ્રતિનિધિ તરીકે નહીં પરંતુ અહીંયા ના વડીલો માટે હું તેમનો દીકરો છું યુવાનો માટે હું મિત્ર છું અને સૌ લોકો સાથે મળીને વર્ષો વર્ષથી અમે કામ કરતા રહ્યા છીએ. આજે થોડો સમય મળ્યો એટલે આ સમયનો સદુપયોગ કરતા હીરા બજારની ગલીઓમાં ફરવાનો મને અવસર પ્રાપ્ત થયો. આજે આ ગલીમાં આવતા જ મને મારા ભૂતકાળ જોડે જોડાવાનું મોકો મળ્યો.

રાજકોટની ઘટના બાબતે તેમને જણાવ્યું હતું કે, રાજકોટમાંથી ઘટના બની છે તેની તપાસ કરવામાં આવી રહી છે અને આ માટે એક ટીમ બનાવવામાં આવી છે. ગાંજાના છોડને એફએસએલમાં મોકલવામાં આવ્યા છે અને તેનો રિપોર્ટ આવતા જ વધુ તપાસ હાથ ધરવામાં આવશે અને સાંજ સુધીમાં મામલે રાજકોટ પોલીસ કમિટના દ્વારા વધુ ખુલાસો કરવામાં આવશે. ડ્રગ્સ બાબતે તેમને જણાવ્યું હતું કે, ડ્રગ્સ લેનાર કે ડ્રગ્સ વેચનાર કોઈને પણ છોડવામાં નહીં આવે.

સુરતના હીરા ઉદ્યોગમાં બનતી છેતરપિંડીની ઘટનાઓ બાબતે હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મારા સુરત શહેરના વેપારીનો કોઈ માલ વિશ્વાસઘાત કરીને કોઈ લઈ જાય તો તે વેપારી દેશના ગમે તે ખૂણા હોય તેને પકડીને લાવવાનું આયોજન પણ અહીં કરવામાં આવી રહ્યું છે અને આયોજન પણ મારું પર્સનલ રીતે ધ્યાન છે. મારા સુરત શહેરના હીરા વેપારી સાથે ચીટીંગ કરનાર એક એક વ્યક્તિને શોધીને અહીં લાવવાની અને કડક કાર્યવાહીને જવાબદારી મારી છે અને આ બાબતે અમે આગળ વધીશુ.

આ પણ વાંચો:યુપીનો માફિયા અતીક અહેમદ બન્યો કેદી નંબર 17052, જેલમાં મારશે ઝાડું, મળશે 25 રૂપિયા

આ પણ વાંચો:સુરતમાં 50 લાખના MD ડ્રગ્સ સાથે મહિલાની ધરપકડ, પતિ પણ છે જેલમાં બંધ

આ પણ વાંચો:કૃષ્ણની નગરી દ્વારકામાં મેગા ડિમોલિશન, જમીન પર કબજો કરીને ગજવા-એ-હિંદ બનાવવાની હતી યોજના?

આ પણ વાંચો:‘મોદી સરનેમ’ કેસમાં સજા સામે સુરત કોર્ટ પહોંચશે રાહુલ ગાંધી, ભાજપે કર્યો આવો કટાક્ષ

આ પણ વાંચો:કોર્ટમાં જશે રાહુલ ગાંધી, આવતીકાલે તેઓ સુરત આવીને નિર્ણયને પડકારી શકે છે