Modi Surname Case/ કોર્ટમાં જશે રાહુલ ગાંધી, આવતીકાલે તેઓ સુરત આવીને નિર્ણયને પડકારી શકે છે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) આવતીકાલે એટલે કે સોમવારે ગુજરાતના સુરત જઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ સેશન્સ કોર્ટમાં અપીલ કરશે.

Top Stories Gujarat Surat
રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) આવતીકાલે એટલે કે સોમવારે ગુજરાતના સુરત જઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ સેશન્સ કોર્ટમાં અપીલ કરશે. કોંગ્રેસ (Congress sources) ના સૂત્રોનું માનીએ તો આવતીકાલે રાહુલ ગાંધી સુરતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. કારણ કે માનહાનિના કેસમાં તેમની દોષિત અને બે વર્ષની સજા સામે સેશન્સ કોર્ટમાં અપીલ થશે. જણાવી દઈએ કે નિર્દોષ જાહેર થયા પછી જ રાહુલ ગાંધીની સદસ્યતા પુનઃસ્થાપિત થઈ શકે છે.

કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે મોદી સરનેમ માનહાનિ કેસમાં બે વર્ષની સજા સામે 3 એપ્રિલે સુરતની કોર્ટમાં અરજી કરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધીએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ચુકાદાને પડકારતી અરજી તૈયાર છે. હવે તે કોર્ટમાં અરજી દાખલ કરવાની તૈયારી કરી રહ્યા છે. તે માનહાનિના કેસમાં દોષ પર રોક સ્ટે માંગશે.

ઉલ્લેખનીય છે કે, સુરતની એક કોર્ટે રાહુલ ગાંધીની 2019ની ‘મોદી સરનેમ’ પર કરેલી ટિપ્પણી પર ચુકાદો આપ્યો હતો. 23 માર્ચે તેને દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ દોષારોપણ બાદ રાહુલ ગાંધીને લોકસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા અને તેમનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. ત્યારપછી કોંગ્રેસના તમામ નેતાઓએ ભાજપ સામે મોરચો ખોલી દીધો છે. દેશમાં જ નહીં વિદેશમાં પણ તેની ચર્ચા થઈ રહી છે. ભાજપ પણ સતત રાહુલ ગાંધી પર નિશાન સાધી રહી છે. હાલ રાહુલ ગાંધી અરજી દાખલ કરવા સુરત પહોંચી શકે છે. આ મામલે આગળનો નિર્ણય શું આવશે તે તો સમય જ કહેશે.

આ પણ વાંચો:વડોદરામાં વધુ એક રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારો, વાહનોમાં પણ તોડફોડ

આ પણ વાંચો:કોર્પોરેટરનું કારસ્તાન,કામગીરીને બદલે દેખાડ્યો રુવાબ 

આ પણ વાંચો:રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજાએ અજમાવ્યો બેટિંગ પર હાથ, જુઓ ખાસ ફોટો

આ પણ વાંચો:ફિલ્મી દુનિયાનો ક્રેઝ વિદ્યાર્થીઓમાં જાગ્યો, અસલી વિદ્યાર્થીની જગ્યા પર ડમી વિદ્યાર્થી પહોંચ્યો પરીક્ષા આપવા 

આ પણ વાંચો: ઈન્દોરના મંદિર અકસ્માતમાં અત્યાર સુધીમાં 35 લોકોના મોત, 40 ફૂટ ઊંડા પગથિયાંમાંથી રાતભર નીકળ્યા મૃતદેહો