FIFA WORLD CUP/ આર્જેન્ટિના પર ઐતિહાસિક જીત બાદ સાઉદી અરેબિયામાં જોરદાર ઉજવણી, દેશભરમાં જાહેર કરી રજા

સાઉદી અરેબિયાએ આર્જેન્ટિનાની ટીમને 2-1થી હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો.હવે સાઉદી અરેબિયાની આ ભવ્ય જીતની ખુશીમાં કિંગ સલમાને બુધવારે (23 નવેમ્બર) રજાની જાહેરાત કરી છે

Top Stories Sports
7 4 7 આર્જેન્ટિના પર ઐતિહાસિક જીત બાદ સાઉદી અરેબિયામાં જોરદાર ઉજવણી, દેશભરમાં જાહેર કરી રજા

FIFA વર્લ્ડ કપ 2022માં સાઉદી અરેબિયાએ આર્જેન્ટિનાની ટીમને 2-1થી હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો.હવે સાઉદી અરેબિયાની આ ભવ્ય જીતની ખુશીમાં કિંગ સલમાને બુધવારે (23 નવેમ્બર) રજાની જાહેરાત કરી છે. આ રજા જાહેર અને ખાનગી ક્ષેત્રના તમામ કર્મચારીઓ તેમજ તમામ વિદ્યાર્થીઓ માટે છે.

સાઉદી અરેબિયાની જીત બાદ ટીમના ચાહકો ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા હતા. એક ચાહકે કહ્યું, ‘ભગવાનનો આભાર, ખેલાડીઓ ખૂબ જ ઉત્સાહિત હતા અને તેઓએ આર્જેન્ટિનાને હરાવ્યું. તેઓ એક ખેલાડી પર ગણતરી કરતા હતા, અમે એક ટીમ તરીકે સ્પર્ધા કરી અને અમે તેમને હરાવ્યાં, અમે ખૂબ જ ખુશ છીએ

સાઉદી અરેબિયાની રાજધાની રિયાધથી કતાર ગયેલા ચાહક ફહદ અલ-કાનાનીએ કહ્યું, ‘તે બીજા ગોલ પછી, મને લાગ્યું કે અમે 4-1થી જીતી શકીશું. હું મારા કેટલાક મિત્રોની જેમ ચિંતિત નહોતો. અમારે માત્ર બચાવ કરવાનું હતું. તમામ દબાણ આર્જેન્ટિના પર હતું.

સાઉદી અરેબિયાની જીતના હીરો સાલેહ અલશેહરી અને સાલેમ અલ-દવસારી હતા, જેમણે એક-એક ગોલ કર્યો હતો. આર્જેન્ટિના તરફથી મેચમાં એકમાત્ર ગોલ કેપ્ટન લિયોનેલ મેસીએ કર્યો હતો. આર્જેન્ટિનાની ટીમ હાલમાં ફિફા રેન્કિંગમાં ત્રીજા સ્થાને છે. તે જ સમયે, સાઉદી અરેબિયાની ટીમ 51માં નંબર પર છે. આવી સ્થિતિમાં આ વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી મોટી ઉથલપાથલ છે.