Ahmedabad News/ અમદાવાદમાં રૂ.1.56 કરોડની ઠગાઈ, માસ્ટરમાઈન્ડ સુરતથી ઝડપાયો

અમદાવાદ (Ahmedabad)માં રૂ.1.56 કરોડની ગંભીર આર્થિક ઠગાઈ (Fraud)ના કેસમાં એલિસબ્રિજ પોલીસ અને અમદાવાદ LCBએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને મુખ્ય આરોપીની ધરપકડ કરી છે

Gujarat Ahmedabad
અમદાવાદ (Ahmedabad)માં રૂ.1.56 કરોડની ગંભીર આર્થિક ઠગાઈ (Fraud)ના કેસમાં એલિસબ્રિજ પોલીસ અને અમદાવાદ LCBએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને મુખ્ય આરોપીની ધરપકડ કરી છે.

Ahmedabad News : અમદાવાદ (Ahmedabad)માં રૂ.1.56 કરોડની ગંભીર આર્થિક ઠગાઈ (Fraud)ના કેસમાં એલિસબ્રિજ પોલીસ અને અમદાવાદ LCBએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. પોલીસે સુરતના કતારગામ વિસ્તારમાંથી નિખિલ ખલાસ નામના આરોપીને ઝડપી પાડ્યો છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સંબંધિત કંપનીમાં હેડ ઓફ સપોર્ટ તરીકે ફરજ બજાવતો હતો. નોકરી દરમિયાન મળેલા એડમિન રાઇટ્સનો દુરુપયોગ કરીને તેણે કંપનીના સિસ્ટમમાં ગેરરીતિઓ આચરી હતી અને કુલ રૂ.1.56 કરોડની ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું છે.

તપાસ દરમિયાન પોલીસે આરોપી સામે પુરાવા એકત્રિત કર્યા હતા. પોલીસે અત્યાર સુધીમાં રૂ.61.44 લાખની રકમ ફ્રીઝ કરાવી છે, જેથી ગેરકાયદેસર રીતે મેળવવામાં આવેલી રકમના ટ્રાન્ઝેક્શન પર રોક લગાવી શકાય.

આ ઉપરાંત આરોપી પાસેથી તપાસ માટે ત્રણ મોબાઈલ ફોન અને એક લેપટોપ પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ ડિજિટલ ઉપકરણોમાંથી વધુ મહત્વના પુરાવા મળી શકે તેવી સંભાવના હોવાથી ફોરેન્સિક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

પોલીસના જણાવ્યા મુજબ સમગ્ર કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો : લગ્નની લાલચ આપી વિધવા મહિલા સાથે દુષ્કર્મ! 18 તોલા સોનું અને ₹19.91 લાખની ઠગાઈ, આરોપી ફરાર

આ પણ વાંચો : સુરતમાં ‘પિતૃદોષ’ના નામે લાખોની ઠગાઈ: કાઠીયાવાડી પરિવારોને નિશાન બનાવતી તાંત્રિક ગેંગનો પર્દાફાશ, રાજકોટના 2 આરોપી ઝડપાયા

આ પણ વાંચો : અમદાવાદના ઓઢવમાં 1.12 કરોડની ફ્લેટ ઠગાઈ! એક જ મિલકત અનેક લોકોને વેચવાના આરોપ, બિલ્ડરો સામે ગુનો નોંધાયો