Amreli News/ સાવરકુંડલામાં ખેલાય છે ‘ઇંગોરિયા યુદ્ધ’, 150 વર્ષ જૂની પરંપરામાં લોકો એકબીજા પર ફેંકે છે અગનગોળા

અમરેલીના સાંસદ ભરત સુતરિયાએ ઇંગોરિયા યુદ્ધ (Ingoria War)ને પ્રેમ અને ભાઈચારાનું પ્રતીક ગણાવ્યું હતું.

Gujarat Others
લગભગ 150 વર્ષ જૂની આ પરંપરા (150 Year Old Tradition) 'ઇંગોરિયા યુદ્ધ' (Ingoria War)તરીકે ઓળખાય છે

Amreli News : ગુજરાતના અમરેલી જિલ્લાના સાવરકુંડલા (Savarkundla)માં દિવાળીની ઉજવણી (Diwali Celebration)માત્ર દીવાઓ અને ફટાકડા પૂરતી મર્યાદિત નથી. અહીં દિવાળીની રાત્રે એક એવી અનોખી પરંપરા જોવા મળે છે, જેનાં દ્રશ્યો જાણે કોઈ યુદ્ધના મેદાનની યાદ અપાવે છે. લગભગ 150 વર્ષ જૂની આ પરંપરા (150 Year Old Tradition) ‘ઇંગોરિયા યુદ્ધ’ (Ingoria War)તરીકે ઓળખાય છે. જેમાં લોકો એકબીજા પર અગનગોળા ફેંકીને આ પરંપરાની ઉજવણી કરે છે. અંધકાર વચ્ચે સળગતા અગનગોળાઓનાં દ્રશ્યો જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય છે.

સાવરકુંડલામાં દિવાળીની રાત્રે અનોખું યુદ્ધ

દિવાળીની રાત્રે સાવરકુંડલામાં દેવલા ગેટથી નાવલી નદી સુધી ઇંગોરિયા યુદ્ધ (Ingoria War)નું આયોજન કરવામાં આવે છે. આ પરંપરામાં ભાગ લેનારા લોકો એકબીજા પર ‘ઇંગોરિયા’ નામના કુદરતી ફટાકડા ફેંકે છે. આ દરમિયાન વાતાવરણમાં જાણે યુદ્ધ ચાલી રહ્યું હોય તેવો માહોલ સર્જાય છે. અંધકારમાં એક તરફથી બીજી તરફ ફેંકવામાં આવતા અગનગોળાઓ (Fireballs)આ ઉજવણીને વધુ રોમાંચક બનાવે છે.

સાંસદ અને કલેક્ટર પણ બન્યા પરંપરાના સાક્ષી

આ વર્ષની દિવાળીએ અમરેલીના સાંસદ ભરત સુતરિયા, અમરેલીના કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ અને તેમના પત્ની તથા ડાંગનાં પોલીસ અધિક્ષક પૂજા યાદવ પણ આ અનોખી પરંપરાના સાક્ષી બનવા સાવરકુંડલા પહોંચ્યાં હતાં. આ ઉપરાંત ધારાસભ્ય મહેશ કાસવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ ભરત સુતરિયા અને કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે ઇંગોરિયા પકડીને આ પરંપરામાં ભાગ લીધો હતો.

હિન્દુ-મુસ્લિમ એકતા અને ભાઈચારાનું પ્રતીક

અમરેલીના સાંસદ ભરત સુતરિયાએ ઇંગોરિયા યુદ્ધ (Ingoria War)ને પ્રેમ અને ભાઈચારાનું પ્રતીક ગણાવ્યું હતું. આ પરંપરાની ખાસિયત એ છે કે તેમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો સાથે મળીને ભાગ લે છે. જાતિ અને ધર્મના ભેદભાવથી દૂર રહીને લોકો આ ઉજવણીમાં જોડાય છે. આ રીતે સાવરકુંડલાનું ઇંગોરિયા યુદ્ધ સામાજિક એકતા અને પરસ્પર ભાઈચારાનો સંદેશ પણ આપે છે.

150 વર્ષથી જીવંત છે અનોખી પરંપરા

ધારાસભ્ય મહેશ કાસવાલાના જણાવ્યા અનુસાર, ઇંગોરિયા યુદ્ધ સાવરકુંડલાના ઐતિહાસિક ગૌરવ અને બહાદુરીની પરંપરા સાથે જોડાયેલું છે. લગભગ 150 વર્ષથી આ પરંપરા (150 Year Old Tradition)સતત જળવાઈ રહી છે. સમય બદલાયો હોવા છતાં સ્થાનિક લોકોમાં આ ઉજવણીનો ઉત્સાહ આજે પણ અકબંધ છે. આ આયોજન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ, ફાયર બ્રિગેડ અને તબીબી ટીમો તૈનાત રાખવામાં આવે છે.

સાવરકુંડલાની આ અનોખી પરંપરા ગુજરાતની સાંસ્કૃતિક ઓળખનો એક વિશેષ ભાગ બની છે. દિવાળીની રાત્રે યોજાતું ઇંગોરિયા યુદ્ધ આજે પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર રહે છે.


આ પણ વાંચો: સાવરકુંડલામાં દિવાળીને રાત્રિએ ઈંગોરીયા યુદ્ધ જામ્યું,જાણવા જેવો રસપ્રદ ઈતિહાસ

આ પણ વાંચો: દિવાળીની ખુશી માતમમાં ફેરવાઈ, દિલ્હીમાં રૉકેટ 10 વર્ષના બાળકના પેટમાં વાગતાં મોત

આ પણ વાંચો: દિવાળીની રાત્રે અમદાવાદમાં આગની 26 ઘટનાઓ, ફાયરબ્રિગેડ દોડતી રહી, સદનસીબે કોઈ જાનહાનિ નહીં