Gandhinagar News/ પોરબંદરમાં ખરીદી કરતા જોવા મળ્યા મંત્રી અર્જુન મોઢવાડિયા, નાગરિકોને કરી વોકલ ફોર લોકલની અપીલ

ગુજરાતના મંત્રીઓએ વતનમાં દિવાળી ઉજવી, અર્જુન મોઢવાડિયાએ પોરબંદરમાં વોકલ ફોર લોકલ(Vocal for Local)નો સંદેશ આપી સ્થાનિક વેપારીઓ પાસે ખરીદી કરી

Gujarat Gandhinagar Top Stories Breaking News
Vocal for Local

Gandhinagar News : પ્રકાશના પર્વ દિવાળી નિમિત્તે ગુજરાત સરકારના મંત્રીઓએ પોતાના વતન અને પરિવારજનો સાથે ઉત્સાહપૂર્વક દિવાળીની ઉજવણી(Vocal for Local) કરી હતી. તેમજ રાજ્યના નાગરિકોને દિવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. આ અવસરે મંત્રીઓએ સ્થાનિક સ્તરે જઈને જનતા સાથે પર્વની ખુશીઓ વહેંચી હતી. કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ દિવાળીનો તહેવાર પોતાના વતન પોરબંદર ખાતે ઉજવ્યો હતો.

Vocal for Local : પોરબંદરના બજારમાં કરી દિવાળીની ખરીદી

પોરબંદરના બજારમાં જઈને અર્જુન મોઢવાડિયા(Arjun Modhwadia)એ સ્થાનિક વેપારીઓ અને રેકડી ધારકો પાસેથી દિવાળીની ખરીદી કરી હતી. આ ખરીદી કરીને તેમણે વોકલ ફોર લોકલના મંત્રને સાર્થક કર્યો હતો. તેમણે રાજ્યના અન્ય નાગરિકોને પણ પોતાની ખરીદી માત્ર સ્થાનિક વેપારીઓ પાસેથી જ કરવાની અપીલ કરી હતી, જેથી નાના વેપારીઓ અને કારીગરોને પ્રોત્સાહન મળી રહે.

જીતુ વાઘાણીએ ભાવનગરમાં પરિવાર સાથે ઉજવણી કરી

કૃષિમંત્રી જીતુ વાઘાણી(Jitu Vaghani)એ પણ પોતાના પરિવાર સાથે ભાઈબીજ અને દિવાળીના પર્વની ઉજવણી કરી હતી. ભાવનગર ખાતે પોતાના પુત્ર, પત્ની અને પરિવારના સદસ્યો સાથે પ્રકાશ પર્વની ઉજવણી કરતા તેઓ જોવા મળ્યા હતા. પરિવાર સાથે હર્ષોલ્લાસના વાતાવરણમાં તેમણે દિવાળીની શુભેચ્છાઓનું આદાનપ્રદાન કર્યું હતું.

પ્રફુલ્લ પાનશેરિયાએ વતન શેઢાવદરમાં ઉજવી દિવાળી

આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનશેરિયા(Praful Pansheriya)એ દિવાળી પર્વની ઉજવણી પોતાના વતનમાં જઈને કરી હતી. તેઓ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના શેઢાવદર ગામમાં દિવાળી ઉજવતા જોવા મળ્યા હતા. તેમણે દીપક પ્રગટાવીને પોતાના બાળપણના દિવસો અને દિવાળીના સમયને યાદ કર્યા હતા. પરિવારજનો સાથે વતનમાં જૂના સંસ્મરણો તાજા કરીને ગ્રામજનો સાથે પર્વની ખુશી વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે હાલ તેઓ સુરતમાં પરિવાર સાથે વસવાટ કરે છે અને સુરતની કામરેજ વિધાનસભા બેઠક પરથી ભાજપનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. ગુજરાત સરકારના મંત્રીઓની આ પ્રકારની જનસામાન્ય સાથેની તહેવારની ઉજવણીએ લોકજીવનમાં ઉત્સાહ વધારવાની સાથે સામાજિક એકતા અને સ્થાનિક વેપારીઓને ટેકો આપવાનો સંદેશ પણ પાઠવ્યો છે. વોકલ ફોર લોકલ(Vocal for Local)ની આ અપીલ તહેવારોમાં સ્થાનિક અર્થતંત્રને બળ આપશે.


આ પણ વાંચો: આજે સમગ્ર દેશમાં Vocal for Local અને Local to Globalની જાહેર ચળવળો ચાલી રહી છે: PM મોદી
આ પણ વાંચો: PM મોદીએ કહ્યું- સ્વદેશી ઉત્પાદનો હવે દુનિયાના બજારો સુધી પહોંચી રહ્યા છે
આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દીપાવલી પર્વ અને નૂતન વર્ષની શુભેચ્છાઓ