Himmatnagar News: હિંમતનગરના મોતીપુરા નજીક અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે-48 પર આવેલા ઓવરબ્રિજ (Motipura Overbridge) પર કાર અકસ્માત (Himmatnagar Accident) સર્જાયો હતો. પાછળથી આવેલી કારે આગળ જતી સફારી કારને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. ટક્કર બાદ કાર ઓવરબ્રિજ પર પલટી ગઈ હતી. આ ઘટનામાં કાર ચાલક સહિત ચાર લોકોને ઇજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં 108 અને 112 જનરક્ષકની ટીમો સ્થળ પર દોડી આવી હતી.
Himmatnagar Accident: ભવનાથ મંદિરેથી દર્શન કરીને અમદાવાદ જઈ રહ્યો હતો પરિવાર
સફારી કારમાં સવાર કાર્તિકભાઈના જણાવ્યા મુજબ, તેઓ પરિવાર સાથે ભિલોડાના ભવનાથ મંદિરે દર્શન કરીને અમદાવાદ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન મોતીપુરા ઓવરબ્રિજ પર પાછળથી આવેલી એક કારે તેમની સફારીને ટક્કર મારી (Car Overturns) હતી. ટક્કર લાગ્યા બાદ તેમણે પોતાની કાર આગળ લઈ લીધી હતી. ત્યારબાદ ટક્કર મારનાર કાર ઓવરબ્રિજ પર પલટી ગઈ હતી. કાર્તિકભાઈએ જણાવ્યું હતું કે તેમની કારમાં સવાર પરિવારના સભ્યોને કોઈ ઇજા થઈ નહોતી.
108ની ટીમે ચાર ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા
અકસમાતની જાણ થતાં 108ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ટીમે કાર ચાલક સહિત ચાર ઇજાગ્રસ્તોને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ત્યારબાદ 112 જનરક્ષકની ટીમ અને નેશનલ હાઇવેના કર્મચારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અકસ્માત અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો: પડાણા પાટિયા પાસે બિહારના શ્રમિકનો આપઘાત, પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી
આ પણ વાંચો: દિવાળીની રાત્રે 12 કલાકમાં 36નાં મોત! આગ અને અકસ્માતથી માતમ
આ પણ વાંચો: મુઝફ્ફરનગરમાં ભયાનક અકસ્માત, કારમાં આગ લાગતાં મહિલા સહિત 6નાં મોત
