Not Set/ અમદાવાદ/ કૃષ્ણનગર PI વિરુદ્ધ બિલ્ડરનો આક્ષેપ, જાણો શું કરવામાં આવી કાર્યવાહી

કૃષ્ણનગર પોલીસ સ્ટેશનનાં પીઆઈ એ બિલ્ડરને રેપ કેસમાં ફસાવવાની ધમકી આપી રૂ.45 લાખનો તોડ કર્યાની અરજીની તપાસ એસીપી જી ડીવીઝનને સોંપાઈ છે. સમગ્ર મામલે નવાઈની વાત તો એ છે કે, બિલ્ડર સુનિલ ભંડારી એ પોલીસ કમિશનરને પીઆઈ અને વહીવટદાર સહિતનાં લોકોએ રેપ કેસમાં ફસાવવાની ધમકી આપી રૂ.45 લાખ પડાવ્યાની અરજી બપોરે પોસ્ટ કરી હતી. અરજી પોસ્ટ […]

Ahmedabad Gujarat

કૃષ્ણનગર પોલીસ સ્ટેશનનાં પીઆઈ એ બિલ્ડરને રેપ કેસમાં ફસાવવાની ધમકી આપી રૂ.45 લાખનો તોડ કર્યાની અરજીની તપાસ એસીપી જી ડીવીઝનને સોંપાઈ છે. સમગ્ર મામલે નવાઈની વાત તો એ છે કે, બિલ્ડર સુનિલ ભંડારી એ પોલીસ કમિશનરને પીઆઈ અને વહીવટદાર સહિતનાં લોકોએ રેપ કેસમાં ફસાવવાની ધમકી આપી રૂ.45 લાખ પડાવ્યાની અરજી બપોરે પોસ્ટ કરી હતી. અરજી પોસ્ટ કરી તે જ દિવસે રાત્રે બિલ્ડર વિરૂધ્ધ રેપની ફરિયાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.સમગ્ર મામલાને લઈને હાલ અમદાવાદ પોલીસ કમિશ્નર એ કૃષ્ણનગર પી આઈ જે.કે રાઠોડ ની કન્ટ્રોલ રૂમ ખાતે બદલી કરી દેવામાં આવી છે.

આપને જણાવી દઇએ કે, મહિલા પર દુષ્કર્મ અને બિભસ્ત વિડીયો વાયરલ કરવાની ધમકી આપી મિત્રની જ પત્ની સાથે બળાત્કાર ગુજારનારા બિલ્ડરે હવે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના PI પર 40 લાખ રૂપિયાની લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે. મહિલાની ફરિયાદ બાદ આરોપી બિલ્ડરની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો પણ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આરોપી સિવિલ હોસ્પિટલથી ભેદી રીતે નાસી જતાં પોલીસની કામગીરી પર સવાલ ઊભા થયા હતા. બાતમીના આધારે સિમ્સ હોસ્પિટલમાં ઈલાજ માટે ગયેલા સુનીલ ભંડેરીને ફરી એક વખત કૃષ્ણનગર પોલીસે ઝડપી પાડ્યો.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યુઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.