Panchmahal News : ગોધરામાં 100 વર્ષ જૂના શિવમંદિરમાં શિવ-પાર્વતીની મૂર્તિ ખંજિત કરીને સવા લાખ રૂપિયાની કિંમતની જલધારીની ચોરી થતા ચકચાર મચી ગઈ છે. બનાવને પગલે પોલીસ ઘટનાસ્થલે પહોંચી ગઈ હતી. હાલ પોલીસ CCTV ફૂટેજને આધારે આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. આ બનાવની વિગત મુજબ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ભામૈયા ગામે અસામાજિક તત્વોએ 100 વર્ષ જૂના શિવમંદિરમાં ઘુસી શિવપાર્વતીની મૂર્તિને ખંડિત કરી હતી. જેને લઇ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
મૂર્તિ ખંડિત થઈ હોવાની જાણ થતાં લોકોના ટોળેટોળા મંદિર ખાતે ઉમટી પડ્યા હતા. સમગ્ર મામલાની જાણ થતાં પોલીસકાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ મામલે બે ઇસમ મંદિર પાસે લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.ગોધરા તાલુકાના ભામૈયા ગામ પ્રાથમિક શાળાની સામે આવેલા રંગેશ્વર મહાદેવ મંદિરમાં સવારના સમયે ગ્રામજનો દર્શન કરવા માટે પહોંચ્યા હતા. તે સમયે મંદિરનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું. અંદર પ્રવેશ કરીને જોતાં પૂજાપાનો સામાન વેરવિખેર પડ્યો હતો
તેમજ મૂર્તિઓ ખંડિત કરેલી અવસ્થામાં જોવા મળી હતી. જેને લઈને ભક્તોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.પંચમહાલ ગોધરા એન.વી પટેલ ડી.વાય.એસ.પીએ આ અંગે જણાવ્યું હતું કે, ગોધરા શહેરના અમદાવાદ રોડ પર આવેલા ભામૈયા ગામમાં એક મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. રંગેશ્વર મહાદેવ મંદિરમાં ગઈકાલે રાત્રે 8 વાગ્યાથી આજે સવારે 7 વાગ્યા સુધીમાં અજાણ્યા શખ્સોએ ચોરી કરી છે. ચોરોએ મંદિરના દરવાજાનું તાળું તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. તેમણે મંદિરના ગર્ભગૃહમાં જઈને જલાધારી કાઢવા માટે શિવલિંગની આજુબાજુનો ભાગ તોડી નાખ્યો હતો. ચોરોએ શિવલિંગ પરની તાંબાની ગર્તી, તાંબાનો નાગ, ત્રિશૂલ અને મંદિરનો અન્ય સામાન મળી કુલ 87,550 રૂપિયાનો મુદ્દામાલ ચોરી કર્યો છે.
ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303, 305(ઘ), 324(2) અને 331 હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.આ સમગ્રે મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી ગોધરા ડી.વાય.એસ.પી એન.વી. પટેલ, બી ડિવિઝન પી.આઇ. આર. કે. રાજપૂત, એલ.સી.બી પી.આઇ. એન.એલ. દેસાઈ, એસ.ઓ.જી પી.આઈ આર. એ. પટેલ સહિતના પોલીસકર્મચારીઓ ઘટનાસ્થળ ઉપર દોડી આવ્યા હતા.
હાલ તો પોલીસતંત્ર દ્વારા મૂર્તિ ખંડિત કરવાની ઘટનાને લઇ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.રંગેશ્વર મહાદેવ મંદિરમાં અસામાજિકતત્ત્વોએ શિવજીની પંચ ધાતુમાંથી બનાવેલી આશરે સવા લાખ રૂપિયાની કિંમતની જલધારીની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ભામૈયા ગામના રંગેશ્વર મહાદેવ મંદિરમાં બનેલી આ પ્રથમવખત નથી. આ પહેલાં પણ ચારથી પાંચ વખત અજાણ્યા અસામાજિકતત્ત્વો દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો
. હાલ પંચમહાલ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે અસામાજિ તત્વોને પકડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.સ્થાનિક ગ્રામજન ગજેન્દ્રસિંહ ઠાકોરે કહ્યું કે, ભૌમેયા ગામમાં સો વર્ષ જૂનું શિવપાર્વતીનું મંદિર આવેલું છે. આસપાસના ગામના લોકો પણ અહીં દર્શન કરવા માટે આવે છે. સવારે જ્યારે બાળકો દર્શન કરવા આવ્યા ત્યારે, જોયું તો મંદિરનું તાળું તૂટેલું હતું. બધું અવ્યવસ્થિત રીતે પડેલું હતું, માતાજીની મૂર્તિ પણ તોડી નાખવામાં આવી હતી. અમારી રજૂઆત છે કે, આ કૃત્ય કરનાર સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે.
જાણવા મળતી વિગત મુજબ, અજાણ્યા ચોર ઈસમોએ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરી, માતાજીની મૂર્તિ ખંડિત કરી, તેના ઉપર પાન-પડીકીની પિચકારી મારી હતી. એટલું જ નહિ શિવજીની પંચધાતુમાંથી બનાવેલી જલધારી (આશરે કિંમત સવા લાખ રૂપિયા) અને ત્રિશુલ, આરતી તેમજ પૂજાની સામગ્રીની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. હાલ ગોધરા બી ડિવિઝન પોલીસે અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધી તેઓને પકડવા માટે તપાસનો દોર શરૂ કર્યો છે.
આ પણ વાંચો: પોલીસે 55 કિલો ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું, 1 આરોપીની કરાઈ ધરપકડ
આ પણ વાંચો: સુરેન્દ્રનગર અને પાટણમાં ઝડપાયું ગાંજાનું વાવેતર, એક શખ્સની અટકાયત
આ પણ વાંચો: પાટણમાં ખેતરમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું