Mahesana News/ અમેરિકામાં સુરેશ પટેલ હત્યા કેસ: શંકાસ્પદ આરોપી ઝડપાયો, પોલીસનો VIDEO વાયરલ

અમેરિકાના ટેનેસીમાં મૂળ મહેસાણાના સુરેશ પટેલ (Suresh Patel Murder Case)ની હત્યા કેસમાં પોલીસે શંકાસ્પદ આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસને જોઈ ભાગવાનો પ્રયાસ કરતા તેને કાબૂમાં લેવાયો.

Top Stories Gujarat Others Breaking News
Suresh Patel Murder Case: અમેરિકામાં દીકરીની નજર સામે પાટીદાર વેપારીની હત્યા, 3 દિવસ બાદ શંકાસ્પદ ઝડપાયો

Mahesana News: અમેરિકાના ટેનેસી રાજ્યના જેક્સનમાં મૂળ મહેસાણાના પાટીદાર વેપારી સુરેશ પટેલની હત્યા (Suresh Patel Murder Case)ના કેસમાં પોલીસે શંકાસ્પદ આરોપીને ઝડપી પાડ્યો છે. 20 ઓગસ્ટે પોતાની લીકર શોપમાં દીકરીની નજર સામે સુરેશ પટેલ (Suresh Patel Murder Case)ની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. ઘટનાના ત્રણ દિવસ બાદ પોલીસે શંકાસ્પદ આરોપીને પકડ્યો હતો.

આરોપીની ધરપકડનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં પોલીસકર્મીઓ એક શંકાસ્પદ વ્યક્તિને રોકવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. પોલીસના જણાવ્યા મુજબ, વ્યક્તિએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાદમાં પોલીસકર્મીઓએ તેને જમીન પર પછાડી કાબૂમાં લીધો હતો.

CCTVના આધારે શંકાસ્પદની ઓળખ થઈ

જેક્સન પોલીસ વિભાગે સોશિયલ મીડિયા પોસ્ટ મારફતે સમગ્ર કેસ અંગે માહિતી જાહેર કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, 20 ઓગસ્ટે સુરેશ પટેલ (Suresh Patel Murder Case)ની હત્યા બાદ તપાસકર્તાઓએ વિસ્તારના CCTV ફૂટેજ તપાસ્યા હતા. CCTV સહિતની તપાસના આધારે હત્યાના કેસમાં એક શંકાસ્પદ વ્યક્તિની ઓળખ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ તેની શોધખોળ કરી રહી હતી.

23 ઓગસ્ટે કારમાં મળ્યો શંકાસ્પદ

પોલીસને 23 ઓગસ્ટની બપોરે શંકાસ્પદ વ્યક્તિ કાર ચલાવતો જોવા મળ્યો હતો. અધિકારીઓએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસના જણાવ્યા પ્રમાણે શંકાસ્પદે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન અકસ્માત સર્જાયા બાદ પોલીસ તેને ઝડપી પાડવામાં સફળ રહી હતી. પોલીસે તેને જમીન પર પછાડી કાબૂમાં લીધો હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે.

Suresh Patel Murder Case: દીકરીની નજર સામે સુરેશ પટેલની હત્યા

સુરેશ પટેલ (Suresh Patel Murder Case) મૂળ મહેસાણા જિલ્લાના આખજ ગામના વતની હતા અને છેલ્લા આશરે 30 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા હતા. તેઓ ટેનેસીના જેક્સનમાં વેપાર કરતા હતા. મળતી માહિતી પ્રમાણે, ઘટનાના આશરે સાત દિવસ પહેલાં જ તેમણે જેક્સનમાં પોતાની લીકર શોપ શરૂ કરી હતી.

20 ઓગસ્ટની રાત્રે સુરેશ પટેલ (Suresh Patel Murder Case) અને તેમની દીકરી દુકાન બંધ કરવાની તૈયારી કરી રહ્યા હતા. તે સમયે એક બુકાનીધારી શખ્સ દુકાનમાં ઘૂસ્યો હતો અને લૂંટનો પ્રયાસ કર્યો હતો. શખ્સ પાસે હથિયાર હોવાથી સુરેશ પટેલે પ્રતિકાર કર્યો ન હોવાનું જણાવાય છે. જોકે, દુકાનમાંથી બહાર નીકળતી વખતે લૂંટારુએ ગોળીબાર કર્યો હતો, જેમાં સુરેશ પટેલનું મોત થયું હતું. આ સમગ્ર ઘટના તેમની દીકરીની નજર સામે બની હતી.

પંજાબી યુવકની હત્યામાં પણ સંડોવણીનો દાવો

સુરેશ પટેલની હત્યાના કેસમાં પકડાયેલા શંકાસ્પદ વ્યક્તિ અંગે વધુ એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. સ્થાનિક સ્તરે મળતી માહિતી મુજબ, આ જ વ્યક્તિ પર એક પંજાબી યુવકની હત્યા સાથે સંકળાયેલા હોવાનો પણ ખુલાસો થયો છે. આ મામલે વધુ વિગતો સ્થાનિક પોલીસની તપાસ બાદ સ્પષ્ટ થશે. હાલ સુરેશ પટેલ હત્યા કેસમાં શંકાસ્પદ આરોપીની ધરપકડ બાદ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

મહેસાણામાં પણ શોકનો માહોલ

સુરેશ પટેલ મૂળ મહેસાણાના આખજ ગામના વતની હોવાથી તેમના વતન વિસ્તારમાં પણ ઘટનાને લઈને શોકનો માહોલ છે. આખજ ગામના આગેવાન દિનેશ સુથારના જણાવ્યા પ્રમાણે, સુરેશ પટેલ (Suresh Patel Murder Case)ની હત્યા બાદ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે અને આરોપી અન્ય એક પંજાબી યુવકની હત્યામાં પણ સંડોવાયેલો હોવાની માહિતી સામે આવી છે. હાલ અમેરિકાની સ્થાનિક પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ અને હત્યા તથા લૂંટના સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:અમેરિકામાં દીકરીની નજર સામે મહેસાણાના સુરેશ પટેલની હત્યા, લૂંટ બાદ બુકાનીધારીએ ગોળીઓ વરસાવી

આ પણ વાંચો:અમેરિકામાં પિઝા ડિલિવરી કરતા પંજાબી યુવકની ગોળી મારી હત્યા, પરિવાર પર તૂટી પડ્યો દુઃખનો પહાડ

આ પણ વાંચો:અમેરિકામાં ભારતીય વિદ્યાર્થી પર ગર્લફ્રેન્ડની હત્યાનો આરોપ, જર્મનીમાં ધરપકડ