Gujarat News: મેટ્રો શહેરોમાં વાહનચાલકોને નિશાન બનાવી લૂંટ (Fake Accident Scam) ચલાવવા માટે ગેંગ દ્વારા નવા-નવા પેંતરા અપનાવવામાં આવી રહ્યા હોવાનો ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. ટ્રાફિક સિગ્નલ પર ઊભેલી કારની નજીક ઓટોરિક્ષા લાવી નકલી અકસ્માતનું નાટક (Car Theft Attempt) કરીને કારચાલકનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, કારમાં લાગેલા 360 ડિગ્રી કેમેરામાં સમગ્ર ઘટનાક્રમ કેદ થઈ જતાં આ પ્રયાસનો પર્દાફાશ થયો હતો.
Fake Accident Scam: શું છે સમગ્ર ઘટના?
વાઇરલ વીડિયોમાં કારચાલકે પોતાની સાથે બનેલી ઘટના શેર કરી છે. તેમના જણાવ્યા અનુસાર, તેઓ ટ્રાફિક સિગ્નલ પર રેડ લાઇટ થતાં કાર રોકીને ઊભા હતા. આ દરમિયાન એક ઓટોરિક્ષા ચાલકે અચાનક ખોટી રીતે કટ મારીને કારની એકદમ નજીક ઓટો ઊભી રાખી દીધી હતી.
ત્યારબાદ ઓટોચાલકે કારના દરવાજા (Auto Rickshaw Scam) પર ખટખટાવવાનું શરૂ કર્યું હતું. તેણે એવો દાવો કર્યો હતો કે કારનું ટાયર તેના પગ પર ચઢી ગયું છે અને તેનો પગ ફસાઈ ગયો છે. આ રીતે કારચાલકને ગભરાવીને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
360 ડિગ્રી કેમેરામાં કેદ થઈ શંકાસ્પદ હિલચાલ
કારમાં 360 ડિગ્રી પાર્કિંગ કેમેરા હોવાથી સમગ્ર ઘટના રેકોર્ડ (Viral CCTV Video) થઈ ગઈ હતી. વીડિયોમાં ઓટોરિક્ષાની પાછળની સીટ પર એક શંકાસ્પદ વ્યક્તિ બેઠેલો પણ જોવા મળ્યો હતો.
કારચાલકના જણાવ્યા મુજબ, આવી ગેંગની મોડસ ઓપરેન્ડી એવી હોય છે કે કારચાલક અકસ્માતના દાવાથી ગભરાઈને કાચ ખોલે અથવા કારમાંથી બહાર આવે ત્યારે પાછળ બેઠેલો સાગરિત કે આસપાસના અન્ય સાથીઓ કારમાંથી મોબાઇલ, પર્સ અને કિંમતી સામાનની ચોરી કરીને ફરાર થઈ જાય છે.
કારચાલકની સતર્કતાથી ટળી ઘટના
કારચાલકે કેમેરામાં સમગ્ર હિલચાલ જોઈ લીધી હોવાથી તેઓ કારમાંથી બહાર આવ્યા નહોતા. તેમણે ઓટોચાલકને કડક શબ્દોમાં ખખડાવીને ત્યાંથી ભગાડી મૂક્યો હતો.
કારચાલકે વધુમાં જણાવ્યું કે થોડા દિવસો બાદ તેમણે બીજી એક કાર (MG Windsor) સાથે પણ આ જ ગેંગને આવી જ રીતે નાટક કરતા જોયા હતા. આ પ્રકારની ઘટના અંગે લોકોને સાવચેત (Traffic Signal Safety) કરવા માટે તેમણે વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
વાહનચાલકોએ શું સાવચેતી રાખવી?
ટ્રાફિક સિગ્નલ કે ભીડભાડવાળી જગ્યાએ કોઈ અજાણી વ્યક્તિ કારનો દરવાજો ખખડાવે તો ઉતાવળમાં કાચ કે દરવાજો ખોલવો નહીં. કારના તમામ દરવાજા અને કાચ લોક રાખવા જોઈએ. કોઈ વ્યક્તિ અકસ્માત થયો હોવાનો કે તેના પગ પર ટાયર ચઢી ગયું હોવાનો દાવો કરે તો ગભરાયા વિના કારમાં બેઠા રહીને પરિસ્થિતિ સમજવી. જરૂર જણાય તો પોલીસને જાણ કરવી.
આ પણ વાંચો: અમદાવાદમાં મધરાતે લૂંટનો પ્રયાસ: 17 વર્ષના સગીરને ચપ્પુના ઘા ઝીંકી લૂંટ ચલાવી
આ પણ વાંચો: મોબાઈલ લૂંટીને ભાગતા શખસનો પીછો કરવા જતાં યુવકનું તળાવમાં ડૂબી મોત, CCTVમાં ઘટના કેદ
આ પણ વાંચો: દિવાળી ટાણે ખાનગી ટ્રાવેલ્સની ઉઘાડી લૂંટ: રૂ. 500ની ટિકિટના 1200થી 1500 સુધી વધારાયા
