Dahod News/ દાહોદમાં નજીવી બાબતે મોટાભાઈની નાના ભાઈએ કરી હત્યા

દાહોદના પ્રથમપુર ખાતે નજીવી બાબતે હત્યા કરવામાં આવી છે. નાના ભાઈએ દીકરા સાથે મળીને મોટાભાઈની હત્યા કરી છે. જૂની અદાવતમાં નાના ભાઈએ મોટા ભાઈની હત્યા કરી છે. લોખંડના ધારીયા વડે હુમલો કરી મોટાભાઈની હત્યા કરી છે.

Gujarat Others Breaking News

Dahod News: દાહોદના પ્રથમપુર ખાતે નજીવી બાબતે હત્યા કરવામાં આવી છે. નાના ભાઈએ દીકરા સાથે મળીને મોટાભાઈની હત્યા કરી છે. જૂની અદાવતમાં નાના ભાઈએ મોટા ભાઈની હત્યા કરી છે. લોખંડના ધારીયા વડે હુમલો કરી મોટાભાઈની હત્યા કરી છે.

આરોપીઓએ કુટુંબના અન્ય બે વ્યક્તિઓને પણ માર માર્યો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધારે તપાસ હાથ નોંધી છે. પોલીસે નાના ભાઈ અને તેના દીકરા સામે કલમ 302 હેઠળ માનવ વધનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. હાલમાં તો તેઓ ફરાર છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે દાહોદ સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા છે.

પોલીસે નજીકના મોટાભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. ફોરેન્સિકની ટુકડીએ ઘટનાસ્થળના પુરાવા એકત્રિત કર્યા હતા. પોસ્ટમોર્ટમના રિપોર્ટ પછી આ કેસમાં વધારે પ્રકાશ પાડી શકાશે. પોલીસે સગાસંબંધીઓની પૂછપરછ કરવાનો પ્રારંભ કર્યો છે. પોલીસનું માનવું છે કે ઘરેલું ઝગડો કે વિવાદ હોઈ શકે છે. પણ હવે આ વિવાદ શું છે તેની પોલીસ તપાસ કરી રહી છે.

આની તપાસના ભાગરૂપે પોલીસે સગાસંબંધીઓ ઉપરાંત જોડેના પાડોશીઓ પાસેથી અને મરનારના મિત્રો પાસેથી પણ વિગત મેળવી છે. તેમના સંબંધ લાંબા સમયથી કેવા હતા તેના અંગેની જાણકારી મેળવવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પોલીસ એન્કાઉન્ટરમાં દાહોદનો સાયકો કિલર ઠાર, 5 પોલીસકર્મીઓ ઘાયલ

આ પણ વાંચો: 10 દિવસ પહેલા મહિલા અને દત્તક પુત્રીના ગુમ થવાનો મામલો,આખરે ખુલ્યું હચમચાવી નાખે તેવું રહસ્ય

આ પણ વાંચો: દાહોદના ઝાલોદમાં બે અકસ્માતમાં છના મોતથી સનસનાટી