Not Set/ નાગરિકોના ખાતામાં રૂ.15 લાખ જમા કરવાનો કોઇ વાયદો અમે ક્યારેય કર્યો નથી: રાજનાથ સિંહ

નવી દિલ્હી, ગૃહમંત્રી રાજનાથ સિંહે સમાચાર એજન્સી ANI સાથેના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અમે ક્યારેય નહીં કહ્યું કે લોકોના ખાતામાં 15 લાખ રૂપિયા જમા કરાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2014 ની લોકસભા ચૂંટણી દરમિયાન અમે ક્યારેય લોકોને એવો વાયદો નથી આપ્યો કે તેના ખાતામાં રૂ.15 લાખ ટ્રાન્સફર કરવામાં આવશે. Never said that Rs […]

Top Stories India Politics

નવી દિલ્હી,

ગૃહમંત્રી રાજનાથ સિંહે સમાચાર એજન્સી ANI સાથેના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અમે ક્યારેય નહીં કહ્યું કે લોકોના ખાતામાં 15 લાખ રૂપિયા જમા કરાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2014 ની લોકસભા ચૂંટણી દરમિયાન અમે ક્યારેય લોકોને એવો વાયદો નથી આપ્યો કે તેના ખાતામાં રૂ.15 લાખ ટ્રાન્સફર કરવામાં આવશે.

ઇન્ટરવ્યૂમાં કાળા નાણાં વિરુદ્વ કરાયેલી કાર્યવાહી અંગે જણાવ્યું હતું. કાળા નાણાં અંગે વધુમાં જણાવ્યું હતું કે ભાજપની સરકારે કાળા નાણાં પર લગામ લગાવવા માટે એક એસઆઇટી ગઠિત કરી હતી. ઉલ્લેખનીય છે કે વિપક્ષે જ્યારે ભાજપના 2014 ના વાયદાઓ પર નિશાન સાધ્યુ છે ત્યારે રાજનાથ સિંહનું આ નિવેદન સામે આવ્યું છે.

મધ્યપ્રદેશમાં IT ના દરોડા પાછળ કોઇ રાજનીતિ કારણભૂત નથી

રાજનાથ સિંહનું કહેવું છે કે મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી કમલનાથના નિકટવર્તીઓને ત્યાં આઇટી અને ઇડી દ્વારા પડાયેલા દરોડા પાછળ કોઇ રાજનીતિ કારણભૂત નથી. એજન્સીઓને ઇનપુટ મળ્યું હતું અને ત્યારબાદ તેઓએ દરોડા પાડ્યા હતા. તેમાં અમે તેને કેવી રીતે રોકી શકીએ? દરોડા પાડનારી એજન્સીઓ સ્વાયત્ત સંસ્થા છે. તેના પર ચૂંટણીની આચારસંહિતા લાગુ પડતી નથી.

આ દરોડાને લઇને સરકારને દોષિત ઠેરવવું અનુચિત છે.

બાલાકોટ પર રાજનાથે કહ્યું – સરકારથી પુરાવા માંગો પણ સેના પાસેથી નહીં

રાજનાથ સિંહે બાલાકોટમાં કરાયેલા હવાઇ હુમલા વિશે કહ્યું હતું કે બાલાકોટમાં ભારતીય વાયુસેના દ્વારા કરાયેલી એર સ્ટ્રાઇક દરમિયાન કોઇપણ નાગરિક ઇજાગ્રસ્ત ના થાય તે બાબતનો સંપૂર્ણપણે ખ્યાલ રાખવામાં આવ્યો હતો. વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું હતું કે એરસ્ટ્રાઇકને લઇને સરકાર પાસેથી પુરાવા માંગી શકો છો પરંતુ સેના પાસેથી પુરાવા ના માંગો.