સેવા/ આણંદના સાંસદ મિતેષભાઇ પટલે સ્વખર્ચે જન આરોગ્ય રથની સેવા શરૂ કરી

જન રથ આરોગ્ય સેવા શરૂ કરી

Gujarat

ગુજરાતમાં કોરોના કેસો વધી રહ્યા છે અને સૈાથી ચિંતાજનક બાબત એ છે કે કોરોના મહામારી ગામડામાં ફેલાઇ રહી છે.કોરોના સંક્રમણને ગામડામાં રોકવા માટે મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન ચાલી રહ્યું છે.પ્રશાસન સાથે ધાર્મિક અને સામાજિક સંસ્થા મહામારીમાં સેવા અર્થે કામે લાગી છે ત્યારે રાજકીય નેતાઓ પણ તેમના મત વિસ્તારમાં સેવા પુરી પાડિ રહ્યા છે. આણંદ જિલ્લાના સાંસદ મિતેષભાઇએ કોરોના સંક્રમણ ગામડામાં રોકવા માટે સ્પેશિયલ જન આરોગ્ય રથ તૈયાર કરાવડાવ્યું છે.

ગામડામાં કોરોનાને રોકવા માટે આણંદના સાસંદ મિતેષભાઇ પટેલે જન આરોગ્ય રથ તૈયાર કરાવડાવ્યું છે.આ રથ સ્થાનિક પ્રશસનને સાથે સંકળાયેલું હશે. જન આરોગ્ય રથમાં એક ડૉકટર અને એક નર્સ હશે. આ રથ જિલ્લાના ગામડાઓમાં ફરશે.કોરોના અંગે જાગૃતિ આપશે સાથે ગ્રામજનોની મેડિકલ તપાસ કરશે અને જરીરૂ દવા નિ:શુલ્ક પુરી પાડશે. આ રથનો તમામ ખર્ચ સાસંદ મિતેશભાઇ પટેલ સ્વખર્ચે ઉઠાવશે.