ગુજરાત/ રાજકોટની મારવાડી યુનિ.માંથી ઝડપાયું ગાંજાનું વાવેતર, મીડિયાને જોતા કર્યું આવું…

મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાં જ ગાંજાનું વાવેતર થતું હતું. મારવાડી કેમ્પસની અંદર પણ ગાંજાના છોડવા વાવેલા કેમેરામાં કેદ થયા છે. કેમ્પસની પાછળ આખું ગાંજાનું ખેતર મળી આવ્યું છે.

Gujarat Rajkot
Untitled 61 રાજકોટની મારવાડી યુનિ.માંથી ઝડપાયું ગાંજાનું વાવેતર, મીડિયાને જોતા કર્યું આવું...

રાજકોટની મારવાડી યુનિવર્સીટીના કેમ્પસમાંથી ગાંજો ઝડપાયો હતો.બોયઝ હોસ્ટેલની બાજુમાંથી સુકા તેમજ લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. 2 હજારથી વધુ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે. મારવાડી યુનિવર્સીટીમાં ફૂલોનું નહીં પણ ગાંજાનુ વાવેતર કરાયુ.મારવાડી યુનિવર્સિટીએ તપાસ કમિટીની જાહેરાત કરી છે. કેમ્પસની બહાર પણ ગાંજાના છોડ હોવાની આશંકા સેવાઈ રહી છે… જ્યારે કેમ્પસમાંથી મળેલા ગાંજા છોડ સળગાવવામાં આવ્યા હતા.જ્યારે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા ભીનું સંકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ગઇ કાલ સમીસાંજના મારવાડી યુનિવર્સિટી કેમ્પસમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાની વાત જાણવા મળતા મીડિયાની ટીમ અહીં પહોંચી ગઈ હતી. પરંતુ ત્યાં સુધીમાં કોઈએ આગ લગાવી આ વાવેતર સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમછતાં તે પોતાના પ્રયાસોમાં સંપૂર્ણપણે સફળ ન થતા કેટલાક છોડવા જેમના તેમ રહી ગયા હતા. ભારે ઉહાપોહ મચતા કુવાડવા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ અહીં દોડી આવી હતી.

Marijuana recovered from Marwadi University in Rajkot Rajkot: રાજકોટની આ પ્રખ્યાત યુનિવર્સિટીના કેમ્પસમાં ગાંજાનું વાવેતર મળી આવતા હડકંપ, મીડિયાને જોતા જ લગાવી આગ

પોલીસે ઘટના સ્થળે તપાસ કરતા કેમ્પસમાં આવેલા કેટલાક છોડ મૂળમાંથી ઉખેડી નાખવામાં આવ્યા હોય તેવું સ્પષ્ટ થયું હતું તેમ જ એક ડસ્ટબીનમાં રાખ હતી જ્યારે કેમ્પસને અડીને જ આવેલા અન્યની માલિકીના ખેતરમાં આગ લાગેલી હતી. પોલીસને એવી માહિતી મળી હતી કે કેટલાક તત્વોએ ખેતરમાં ગાંજાના છોડ નાખીને તે સળગાવ્યા આથી આખા ખેતરમાં આગ લાગી પોલીસે આ ત્રણેય જગ્યાએથી સેમ્પલ લઇ રિપોર્ટ માટે એફએસએલમાં મોકલ્યા છે.

બીજી તરફ આ મામલે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધ કરવામાં આવી છે. જેમાં મારવાડી કેમ્પસમાંથી શંકાસ્પદ છોડવા કબજે કરવામાં આવ્યા છે. અને એફએસએલના રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે જેનો અભિપ્રાય આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે આ મામલે વધુ તપાસ કુવાડવા રોડ પોલીસ મથક ના પીઆઈ કે.જે.રાણા ચલાવી રહ્યા છે.

 આ આખા મામલે, રાજકોટ શહેર પોલીસ દોડતી થઈ ગઈ છે. ત્યારે આખરે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના માણસો દ્વારા મારવાડી યુનિવર્સિટી ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા ગાંજા જેવા મળી આવતા છોડ કબજે કરી એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. ત્યારે એફએસએલના રિપોર્ટ બાદ જ આ છોડ ગાંજાના છે કે સામાન્ય છે તે અંગેની જાણ થશે.

આ સમગ્ર ઘટનાને લઇ એવી પણ ચર્ચા થઈ રહી હતી કે, કોલેજના કેટલાક વિદ્યાર્થીઓએ વિડીયો ઉતારી ગાંજાના વાવેતર અંગે જાણ કરી હતી તેમજ એવી પણ હકીકત જાણવા મળી છે કે, અહીં કેટલાક વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય અને તેઓ ગાંજાનું સેવન કરતા હોવાથી અહીં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોઈ શકે. પરંતુ હજી આ મામલે યુનિવર્સિટીના જવાબદાર અધિકારીઓ કે પોલીસ મગનું નામ મરી પાડવા તૈયાર નથી.ત્યારે યુનિ.કેમ્પસમાં ગાંજાના વાવેતરને લઇ ભારે ચર્ચા જાગી છે.

આ અગાઉ પંચમહાલના મોરવા હડફના તાજપુરી ગામમાં નશાના કારોબારનો પર્દાફાશ થયો હતો. ભરત સિંહ બારીયા નામના વ્યક્તિના ખેતરમાંથી 39 કિલોના લીલા ગાંજાના છોડ ઝડપાયા હતો. ગોધરા SOGએ બાતમીના આધારે ખેતરમાં રેડ કરતા પ્રતિબંધિત ગાંજાના છોડ ઝડપી પાડયા હતા. રૂપિયા 3.90 લાખની કિંમતના લીલા ગાંજાના છોડ સાથે ખેતર માલિકની ગોધરા SOGએ ધરપકડ કરી હતી.

આ પણ વાંચો:ટ્રાફિક સંચાલનઃ સુરત પોલીસના હકારાત્મક અભિગમથી લોકોમાં સાનંદાશ્ચર્ય

આ પણ વાંચો:જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા નીકળેલા પરીક્ષાર્થીઓને નડ્યો અકસ્માત

આ પણ વાંચો:સુરતમાંથી ઝડપાયું સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ, બે લોકોની કરાઈ અટકાયત

આ પણ વાંચો:ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગો અને આનુષાન્ગિક ઉદ્યોગોની E- ડિરેક્ટરીનું મુખ્યમંત્રીશ્રીએ કર્યું લોન્ચિંગ

આ પણ વાંચો:હિંદુવાદી નેતા કાજલ હિન્દુસ્તાનીની પોલીસે કરી ધરપકડ, જાણો શુ લાગ્યો આરોપ