અંબાજીઃ યાત્રાધામમાં લોકોની આસ્થા સાથે ચેડા કરનારા ભેળસેળ માફિયાની અંબાજી પોલીસે ધરપકડ કરી છે. અંબાજીમાં મહાપ્રસાદમાં મોહનથાળના મહાપ્રસાદમાં ભેળસેળવાળુ ઘી ઉપયોગમાં લેવાયાના સમાચાર બહાર આવવાના પગલે શ્રદ્ધાળુઓમાં જબરજસ્ત આક્રોશની લાગણી હતી. લગભગ 45 લાખ લોકોએ અંબાજીના ભાદરવી પૂનમના મેળામાં ભાગ લીધો હતો અને મા અંબાના દર્શન કર્યા હતા.
પોલીસે ભેળસેળવાળા ઘીના મામલે અમદાવાદની નીલકંઠ ટ્રેડર્સના ભેળસેળ માફિયા માલિક જતીન શાહની ધરપકડ કરી છે. જતીન શાહે મોહિની કેટરર્સને 300 ઘીના ડબ્બા પૂરા પાડ્યા હતા. ગુનો નોંધાયો ત્યારે તે બે દિવસથી ભાગતો ફરતો હતો. હવે જતીન શાહની ધરપકડ થતા મોટા ખુલાસા થાય તેવી સંભાવના છે.
ભાદરવી પૂનમના મેળા પહેલા ફૂડ વિભાગે અંબાજી મંદિરના ભોજનાલયમાં ઉપયોગમાં લેવાતા પ્રસાદના સ્થળેથી ઘીના સેમ્પલ લીધા હતા. હવે આ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે ઘીમાં ભેળસેળ હતી. અંબાજી મંદિરમાં મોહનથાળના આ પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ મોહિની કેટરર્સને અપાયો હતો. મોહિની કેટરર્સના સંચાલકના જમાવ્યા મુજબ મુલના લોગોવાળુ ઘી મદાવાદથી લાવવામાં આવ્યું હતું.
ઘી શંકાસ્પદ લાગતા તેનો ઉપયોગ કરાયો ન હતો ને પછી બનાસ ડેરીમાંથી ઘી લાવવામાં આવ્યું હતું. સંચાલકે દાવો કર્યો હતો કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. તેમને જ નકલી ઘી પધરાવી દેવામાં આવ્યું હતું. આ અંગે ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ વિભાગના કમિશ્નર ડો. હેમંત કોશિયાના જણાવ્યા મુજબ મોહિની કેટરર્સે જ સસ્તાની લ્હાયમાં ભેળસેળિયુ ઘી લીધું હતું.
વહીવટીતંત્રએ હવે મોહનથાળનો કોન્ટ્રાક્ટ અક્ષયપાત્રની સંસ્થા ટચ ફુન્ડેશનને આપ્યો છે. મોહિની કેટરર્સને બ્લેકલિસ્ટ કર્યા પચી યાત્રાધામ વિકાસ બોર્ડે આ નિર્ણય કર્યો છે. ટચસ્ટોન ફાઉન્ડેશને અગાઉ 2012થી 2017 સુધીની પ્રસાદની કામગીરી સંભાળી હતી.
ઉલ્લેખનીય છે કે મોહનથાળ પ્રસાદની કામગીરી હંગામી ધોરણે મોહિની કેટરર્સને ટેન્ડર પ્રક્રિયાના આધારે આપવામાં આવી હતી. પણ હવે અગાઉ આ કામગીરી બજાવનારા ટચ સ્ટોનને આ કામગીરી ફરી પાછી સુપ્રદ કરવામાં આવી છે. સરકારે આ માટે મંજૂરી પણ આપી દીધી છે.
આ પણ વાંચોઃ #Brutal_murder/ મહીસાગરમાં વિશાલ પાટીલની હત્યામાં મિત્ર જ નીકળ્યો હત્યારો
આ પણ વાંચોઃ Washington/ અમેરિકાનો મોટો ખુલાસો, પાક.મીડિયા પર કબજો કરવા ચીનનો પ્રયાસ
આ પણ વાંચોઃ રાજકોટ/ જેતપુરમાં રોડ પર સિક્કાનો વરસાદ, વીણવા લોકોની પડાપડી