ODI World Cup 2023/ BCCIને શું થયું કે ઓપનિંગ સેરેમનીનું આયોજન ન કર્યું?

છેલ્લા એક મહિનાથી ક્રિકેટ પ્રેમીઓ જેની રાહ જોઈ રહ્યા હતા તે તારીખ આજે આવી ગઈ છે.

Trending Sports
YouTube Thumbnail 8 BCCIને શું થયું કે ઓપનિંગ સેરેમનીનું આયોજન ન કર્યું?

છેલ્લા એક મહિનાથી ક્રિકેટ પ્રેમીઓ જેની રાહ જોઈ રહ્યા હતા તે તારીખ આજે આવી ગઈ છે. આજે વર્લ્ડ કપની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. વર્લ્ડ કપ ભારતમાં છે અને ભારતમાં આપણે બધા જાણીએ છીએ કે ક્રિકેટને ખૂબ ફોલો કરવામાં આવે છે. તેથી આશા છે કે આ વર્લ્ડ કપ ધમાકેદાર થવાનો છે.

જો કે, ઓપનિંગ મેચ પહેલા એક સમાચાર સામે આવી રહ્યા છે જે આ સમયે સોશિયલ મીડિયા પર દરેક લોકો પૂછી રહ્યા છે અને તે એ છે કે વર્લ્ડ કપ ભારતમાં છે અને ઓપનિંગ મેચ પહેલા ઓપનિંગ સેરેમની કેમ નહીં? BCCIને શું થયું કે ઓપનિંગ સેરેમનીનું આયોજન નથી થઈ રહ્યું? આવો તમને આખી પરિસ્થિતિ વિશે જણાવીએ કે, શું છે બોર્ડની યોજના?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓપનિંગ સેરેમની BCCIની લિસ્ટમાં ક્યારેય નહોતી. આ માટે બોર્ડે ક્યારેય પોતાનો સમારંભ યોજવાનું આયોજન કર્યું ન હતું. BCCIએ કેપ્ટન ડે માટે તેનું શેડ્યુલ તૈયાર કર્યું હતું, પરંતુ સમારોહ માટે કોઈ પ્લાન બનાવવામાં આવ્યો ન હતો. જ્યારે આ અંગે વધુ પૂછપરછ કરવામાં આવી ત્યારે માત્ર એક જ માહિતી સામે આવી હતી કે બોર્ડ સીધુ મેચ યોજવા જઈ રહ્યું છે.

આ પહેલીવાર છે જ્યારે ભારતમાં વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પહેલા ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશે વર્ષ 2011માં વર્લ્ડ કપનું આયોજન કર્યું હતું. પરંતુ આ વખતે પ્રથમ મેચથી લઈને ફાઈનલ સુધી ભારતીય મેદાન પર ભારે ઉત્તેજના જોવા મળશે. અમે આશા રાખીએ છીએ કે BCCI એક સફળ ઈવેન્ટનું આયોજન કરશે અને વર્લ્ડ કપ તેના અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખશે.

એવું પણ જોવા મળ્યું છે કે યજમાન દેશ છેલ્લા ત્રણ વર્લ્ડ કપ જીતવામાં સફળ રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ 2011માં ઓસ્ટ્રેલિયાએ 2015માં અને ઈંગ્લેન્ડે 2019માં વર્લ્ડ કપ જીત્યો હતો. તો આવી સ્થિતિમાં રોહિત શર્મા અને કંપની પર મોટી જવાબદારી છે કે તેઓ આ રેકોર્ડને તૂટવા ન દે અને 1983 અને 2011 પછી ફરીથી વર્લ્ડ કપ જીતે.

ઉલ્લેખનીય છે કે. IPL જેવી ટુર્નામેન્ટમાં બોર્ડ એવી ધૂમધામ કરે છે કે, સમગ્ર રમત વિશ્વ આપણ ઘરઆંગણે છે. જ્યારે વર્લ્ડ કપ જેવી વૈશ્વિક ઈવેન્ટ જેમાં વિશ્વના અનેક દેશો ભાગ લઈ રહ્યા છે. ત્યા બોર્ડ એકદમ સૂમસામ થઈ ગયું છે. જાત જાતની ઈવેન્ટના ઉદ્ઘાટનના સમારંભનું આયોજન કરવા માટે જાણીતા બોર્ડે વર્લ્ડ કપમાં આશ્ચર્યજનક રીતે આવો કોઈ કાર્યક્રમ રાખ્યો નથી.


whatsapp ad White Font big size 2 5 BCCIને શું થયું કે ઓપનિંગ સેરેમનીનું આયોજન ન કર્યું?


આ પણ વાંચો: #Brutal_murder/ મહીસાગરમાં વિશાલ પાટીલની હત્યામાં મિત્ર જ નીકળ્યો હત્યારો

આ પણ વાંચો: Washington/ અમેરિકાનો મોટો ખુલાસો, પાક.મીડિયા પર કબજો કરવા ચીનનો પ્રયાસ

આ પણ વાંચો: રાજકોટ/ જેતપુરમાં રોડ પર સિક્કાનો વરસાદ, વીણવા લોકોની પડાપડી