Not Set/ મણિપુરમાં જમીન ધસી પડતાં દસ વ્યક્તિના મોત, ઉત્તરાખંડમાં બ્રિજ ધોવાયો

મણિપુર રાજ્યના તામેંગલાંગ જિલ્લામાં જમીન ધસી પડવાની ઘટના બની છે જેમાં દસ વ્યક્તિના મોત નીપજ્યાં છે. જયારે ઉત્તરાખંડના ટિહરીમાં બે સ્થળોએ ભૂસ્ખલન થયું છે અને પિથોરાગઢમાં એક બ્રિજ ધોવાઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ મણિપુરના તામેંગલાંગ જિલ્લામાં જમીન ધસી પડવાની ઘટના બની છે. આ જમીન ધસી પડવાની ઘટનામાં દસ વ્યક્તિના […]

Top Stories India Trending
Ten people dead after landslide in Manipur, the bridge damaged in Uttarakhand

મણિપુર રાજ્યના તામેંગલાંગ જિલ્લામાં જમીન ધસી પડવાની ઘટના બની છે જેમાં દસ વ્યક્તિના મોત નીપજ્યાં છે. જયારે ઉત્તરાખંડના ટિહરીમાં બે સ્થળોએ ભૂસ્ખલન થયું છે અને પિથોરાગઢમાં એક બ્રિજ ધોવાઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ મણિપુરના તામેંગલાંગ જિલ્લામાં જમીન ધસી પડવાની ઘટના બની છે. આ જમીન ધસી પડવાની ઘટનામાં દસ વ્યક્તિના મોત નીપજ્યાં છે. આ દુર્ઘટના બાદ સરકારી તંત્ર દ્વારા ઘટના સ્થળે રાહત અને બચાવની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

આ દુર્ઘટનામાં અન્ય કેટલાક લોકો પણ ઘાયલ થયા હોવાની પણ માહિતી સાંપડી છે. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

વહીવટી તંત્ર દ્વારા લોકોને આ ઘટના સ્થળથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તામેંગલાંગ પહાડી વિસ્તાર છે અને અહીં ઘણી વખત આવી રીતે ભૂસ્ખલન થવાનું જોખમ સતત રહેતું હોય છે.

ઉત્તરાખંડમાં ત્રણ સ્થળે ભૂસ્ખલન, એક બ્રિજ ધોવાયો

જયારે બીજી તરફ ઉત્તરાખંડના ટીહરીમાં નેશનલ હાઈવે ૯૪  (NH-94) પર ભૂસ્ખલન થવાની ઘટના બાદ ચંબા અને ઋષિકેશ વચ્ચેનો માર્ગ બંધ થઈ ગયો છે. જેના કારણે આ માર્ગ પરનો વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે.

આ ઉપરાંત ટીહરી જિલ્લામાં જ અન્ય એક સ્થળે ભૂસ્ખલન થવાની ઘટના બની  છે. આ ભૂસ્ખલન થવાની ઘટના ફકોટ અને ભિન્નૂ પાસે બની હોવાનું જાણવા મળ્યું છે. જો કે, આ ભૂસ્ખલનની ઘટનામાં અહીં કોઈ પ્રકારનું નુકસાન થયું હોવાની કોઈ જ માહિતી મળી નથી.

આ ઉપરાંત ઉત્તરાખંડ રાજ્યના પિથોરાગઢમાં પણ એક ભૂસ્ખલનની ઘટના બની છે. આ ભૂસ્ખલનની ઘટનાના કારણે એક બ્રિજ ધોવાઈ ગયો હોવાની માહિતી મળી રહી છે. જેના કારણે વાહન વ્યવહાર પર અસર પડી છે.