Not Set/ ભારતીય મહિલા સ્પર્ધક રિતુ ફોગાટે સિલ્વર મેડલ પોતાનાં નામે કર્યો

ભારતીય મહિલા સ્પર્ધક રિતુ ફોગાટે અંડર-23 સીનિયર વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ પોતાનાં નામે કરી લીધો છે. પોલેન્ડમાં ચાલી રહેલ આ ચેમ્પિયનશીપમાં રિતુને સુવર્ણ ચંદ્રકનાં મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો. 23 વર્ષની રિતુએ પાછલા વર્ષે કોમનવેલ્થ રેસલિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ પોતાનાં નામે કર્યો હતો પરંતુ પોતાના સ્વર્ણિમ પ્રદર્શનને અહીં રજૂ ના કરી શકી. તુર્કીની મહિલા […]

Sports
641126 ritu phogat facebook ભારતીય મહિલા સ્પર્ધક રિતુ ફોગાટે સિલ્વર મેડલ પોતાનાં નામે કર્યો

ભારતીય મહિલા સ્પર્ધક રિતુ ફોગાટે અંડર-23 સીનિયર વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ પોતાનાં નામે કરી લીધો છે. પોલેન્ડમાં ચાલી રહેલ આ ચેમ્પિયનશીપમાં રિતુને સુવર્ણ ચંદ્રકનાં મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો. 23 વર્ષની રિતુએ પાછલા વર્ષે કોમનવેલ્થ રેસલિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ પોતાનાં નામે કર્યો હતો પરંતુ પોતાના સ્વર્ણિમ પ્રદર્શનને અહીં રજૂ ના કરી શકી. તુર્કીની મહિલા રેસલર દેમિરહાન સામે સુવર્ણ ચંદ્રકના મુકાબલમાં ન જીતી શકી.. આ પહેલાં ક્વોર્ટર ફાઇનલ મેચમાં ભારતીય મહિલા રેસલર રિતુએ બુલ્ગારિયાની સેલિષ્કાને 4-2નાં અંતરે હાર આપી હતી.
રિતુએ ચીનની રેસલર જિયાંગ જૂને સેમિફાઇનલમાં 4-3થી હરાવીને સુવર્ણ ચંદ્રકનાં મુકાબલામાં પ્રવેશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે રિતુએ આ પહેલા ઇન્દોરમાં રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ પણ જીતી હતી. આ મહિનામાં જ ઇન્દોરમાં રેસલિંગ ચેમ્પિયનશીપમાં રિતુએ સુવર્ણ ચંદ્રકને પોતાનાં નામે કર્યો હતો. એને આ વર્ષનાં મેં મહિનામાં એશિયન ચેમ્પિયનશીપમાં કાંસ્ય ચંદ્રક પણ જીત્યો હતો