Not Set/ IPL ૧૧માં આર. અશ્વિન ઓફ સ્પિનની જગ્યાએ આ હથિયાર અપનાવતો જોવા મળી શકે છે, જુઓ

દિલ્લી, ભારતીય સ્ટાર ઓફ સ્પિનર આર. અશ્વિને પોતાની સ્પિન બોલિંગ દ્વારા દુનિયાના મોટા મોટા દિગ્ગજ બેટ્સમેનોને ધૂળ ચટાડી છે. જયારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં અશ્વિન હવે ઓફ સ્પિનની જગ્યાએ એક નવું હથિયાર અપનાવતો જોવા મળશે. IPLની ૧૧મી સિઝનમાં ભારતીય સ્પિનર લેગ સ્પિનનું હથિયાર અજમાવી શકે છે. છેલ્લા કેટલાક દિવસથી તે લેગ સ્પિનનો અભ્યાસ પણ કરી […]

Sports
ravichandran ashwin IPL ૧૧માં આર. અશ્વિન ઓફ સ્પિનની જગ્યાએ આ હથિયાર અપનાવતો જોવા મળી શકે છે, જુઓ

દિલ્લી,

ભારતીય સ્ટાર ઓફ સ્પિનર આર. અશ્વિને પોતાની સ્પિન બોલિંગ દ્વારા દુનિયાના મોટા મોટા દિગ્ગજ બેટ્સમેનોને ધૂળ ચટાડી છે. જયારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં અશ્વિન હવે ઓફ સ્પિનની જગ્યાએ એક નવું હથિયાર અપનાવતો જોવા મળશે. IPLની ૧૧મી સિઝનમાં ભારતીય સ્પિનર લેગ સ્પિનનું હથિયાર અજમાવી શકે છે. છેલ્લા કેટલાક દિવસથી તે લેગ સ્પિનનો અભ્યાસ પણ કરી રહ્યો છે.

સોમવારે વિજય હઝારે ટ્રોફીમાં તમિલનાડુ અને ગુજરાત વચ્ચે રમાયેલી મેચમાં અશ્વિને કેટલીક વાર લેગ સ્પિનનો પણ ઉપયોગ કર્યો હતો અને આ મેચ તમિલનાડુએ ૭૬ રનથી જીતી હતી.

મહત્વનું છે કે, આર. અશ્વિન ભારતીય ટેસ્ટ ટીમનો મુખ્ય હિસ્સો છે. તે વન-ડે ટીમનો પણ અભિન્ન અંગ છે પણ સિલેકશન કમિટીએ અશ્વિનને આરામ આપવા માટે વિચારણા કરી હતી અને યંગ સ્પિન બોલર કુલદીપ યાદવ અને યજુવેન્દ્ર ચહલને સ્થાન આપવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ આ બંને સ્પિન બોલરોએ આ તકનો જે પ્રમાણે ફાયદો ઉઠાવ્યો છે તે જોતા અશ્વિનની ODI વન-ડે ટીમમાં પુનરાગમન કરવું મુશ્કેલ બની ગયું છે.

એક ન્યુઝના મુજબ, અશ્વિને તેના હથિયાર અંગે જણાવ્યું હતું કે, “આઈપીએલમાં જવા માટે આ મારી રણનીતિનો એક મુખ્ય હથિયાર છે. મેં પોતાના હથિયારોની સંખ્યા વધારવા માટે કોશિશ કરી રહ્યો ચુ. ચેન્નઈમાં લીગ ક્રિકેટમાં મેં પોતાના ઓફ સ્પિનની એક્શનમાં સારી રીતે લેગ સ્પિન બોલિંગ કરી હતી.