Not Set/ ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ બન્યા પિતા,હેઝલે પુત્રને આપ્યો જન્મ

ભારતના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ પિતા બની ગયા છે. સોમવારે તેની પત્ની હેઝલ કીચે પુત્રને જન્મ આપ્યો હતો. યુવીએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે

Top Stories Sports
yuvraj 1 ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ બન્યા પિતા,હેઝલે પુત્રને આપ્યો જન્મ

ભારતના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ પિતા બની ગયા છે. સોમવારે તેની પત્ની હેઝલ કીચે પુત્રને જન્મ આપ્યો હતો. યુવીએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે.યુવરાજે લખ્યું, ‘અમારા તમામ ચાહકો, પરિવાર અને મિત્રોને, અમને જણાવતા આનંદ થાય છે કે આજે ભગવાને અમને એક બાળકનો આશીર્વાદ આપ્યો છે.હેઝલ અને યુવરાજે 12 નવેમ્બર 2015ના રોજ સગાઈ કરી હતી. ત્યારબાદ 30 નવેમ્બર 2016ના રોજ બંને લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા.

 

 

હેઝલ કીચે તેની કારકિર્દીની શરૂઆત જાહેરાતથી કરી હતી.તેણે સલમાન ખાનની ફિલ્મ ‘બોડીગાર્ડ’માં બીજી મુખ્ય અભિનેત્રી તરીકે કામ કર્યું હતું, જે તે ફિલ્મમાં કરીના કપૂરની મિત્રની ભૂમિકામાં જોવા મળી હતી.