Not Set/ શેરબજારમાં થયેલા કડાકા માટે આ બાબતો હોઈ શકે છે જવાબદાર

મુંબઈ, ભારતીય શેરબજાર માટે મંગળવારનો દિવસ અમંગલકારી જોવા મળી રહ્યો છે. મંગળવાર સવારે બજાર ખુલતાની સાથે જ ગણતરીની સેકન્ડમાં રોકાણકારોના ૫ લાખ ચાલીસ હજાર કરોડ રૂપિયા ડૂબી ગયા છે. ગ્લોબલ માર્કેટમાં જોવા મળતા નેગેટીવ સંકેતોની અસર ભારતીય શેરબજારોમાં પણ પડી હતી. મંગળવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ)ના ૩૦ શેરોની ઇન્ડેક્સ સેન્સેક્સમાં ૧૨૫૦ પોઇન્ટનો કડાકો નોધાયો હતો અને […]

Business
milestones of the શેરબજારમાં થયેલા કડાકા માટે આ બાબતો હોઈ શકે છે જવાબદાર

મુંબઈ,

ભારતીય શેરબજાર માટે મંગળવારનો દિવસ અમંગલકારી જોવા મળી રહ્યો છે. મંગળવાર સવારે બજાર ખુલતાની સાથે જ ગણતરીની સેકન્ડમાં રોકાણકારોના ૫ લાખ ચાલીસ હજાર કરોડ રૂપિયા ડૂબી ગયા છે. ગ્લોબલ માર્કેટમાં જોવા મળતા નેગેટીવ સંકેતોની અસર ભારતીય શેરબજારોમાં પણ પડી હતી. મંગળવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ)ના ૩૦ શેરોની ઇન્ડેક્સ સેન્સેક્સમાં ૧૨૫૦ પોઇન્ટનો કડાકો નોધાયો હતો અને બજારના પ્રારંભિક તબક્કે ઘટીને ૩૩,૪૮૨.૮૧ પોઇન્ટ નોધાયો હતો. જયારે નિફ્ટીમાં પણ ૩૨૧..૪૫ પોઈન્ટનો ઘટાડો નોધાયો હતો અને ૧૦૩૪૫ પોઈન્ટ પર ટ્રેડીંગ કરી રહ્યું હતું. ત્યારે આ કડાકા માટે આ બાબતો મુખ્ય હોઈ શકે છે.

કડાકા માટે આ બાબતો મુખ્ય હોઈ શકે છે.

લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્ષ જવાબદાર

૧ ફેબ્રુઆરીના રોજ સંસદમાં રજુ થયેલા સામાન્ય બજેટમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન પર લાગુ કરવામાં આવેલા ટેક્ષ હોઈ શકે છે. આ કારણે રોકાણકારોનું સેન્ટિમેન્ટ કમજોર થવાની ભીતિ છે. ઉલ્લેખનીય છે કે, બજેટ પહેલા તેમજ જે દિવસે બજેટ રજુ કરવામાં આવ્યું હતું તે દિવસથી શેર બજારમાં ઘટાડો યથાવત રહ્યો છે.

વૈશ્વિક બજાર તૂટી રહ્યું છે.

અમેરિકાના શેર બજારોમાં સોમવારે સાંજે ત્રણ વાગ્યા પછી ઝડપથી ગાબડા પડવાની શરૂઆત થઈ હતી. સામાન્ય આર્થિક પરિસ્થિતિ અને નફો રળી લેવાની વૃત્તિને લીધે શેરોની એકાએક વેચાણની વૃત્તિને ગણવામાં આવે છે. સોમવારે ડાઉન જોન્સ ૧૧૭૫ અંક તૂટીને બંધ થયો હતો. ૨૦૧૧ બાદ ડાઉન જોન્સમાં આટલો મોટો કડાકો જોવા મળ્યો હતો.

અમેરિકી બોન્ડ યીલ્ડ સ્કીમ

વૈશ્વિક સ્તરે બોન્ડમાં ઉછાળો આવી રહ્યો છે. ત્યારે સોવરન બોન્ડ જોખમમુક્ત મનાય છે. બોન્ડની કિંમતમાં વવધારો થાય છે ત્યારે  ઈક્વિટી રોકાણકારો માટેની તકોમાં પણ વધારો થાય છે. ભારતના માર્કેટના સંદર્ભમાં 10 વર્ષના બોન્ડની યીલ્ડ જુલાઈ 2017ના 6.3 ટકાથી વધી વાર્ષિક 7.6 ટકાએ પહોંચી છે.