પાટણ
મોદી સરકાર ભલે બેટી બચાવો બેટી પઢાવો અભિયાન ચલાવતી હોય પરંતુ સચ્ચાઇ એ છે કે રાજ્યમાં દીકરીઓની હાલત દયાજનક છે.રાજ્યમાં અનેક સગીરાઓ રેપનો શિકાર બની રહી છે.
પાટણ શહેરના ચાણસ્માના સેઘા ગામમાં ચકચાર પમાડે તેવી ઘટના સામે આવી છે. 16 વર્ષની સગીરા તેના કાકાના જ હવસનો ભોગ બની હતી અને તેણે સંતાનને પણ જન્મ આપ્યો હતો. કમનસીબી એ હતી કે સંતાન અધુરા મહિને જન્મ્યું હતું અને તરત મૃત પામ્યું હતું.
પીડિત સગીરાનો પરિવાર ખેતમજુરી કરીને ગુજરાન ચલાવે છે. જો કે પોલીસે આ મામલે કેસ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.
વિગતે જઇએ તો, સેધા ગામમાં લક્ષ્મણજી ઠાકોર ઉર્ફ કાળુએ તેની ભત્રીજી પર અનેકવાર રેપ કર્યો હતો. સગીરા બકરીઓને ચરાવવા માટે ખેતર લઇ જતી હતી ત્યારે તેની એકલતાનો લાભ ઉઠાવીને તેની પર દુષ્કર્મ આચર્યું હતું. લક્ષમણજી તેની ભત્રીજી પર દુષ્કર્મ આચરતો અને સગીરાને ધમકી પણ આપી હતી કે જો તે તેના પરિવારને જાણ કરશે તો સમાજમાં તેની આબરૂ જશે. એક વખત થોડાક સમય બાદ સગીરાને અચાનક અસહ્ય પેટમાં દુઃખાવો ઉપડ્યો હતો આથી તેના પરિવારજનો તેને લઈને ચાણસ્માની હોસ્પીટલમાં લઇ ગયા હતા. ડોક્ટર દ્વારા કિશોરીની તપાસ કર્યા બાદ તેમણે જણાવ્યું કે ૧૬ વર્ષીય કિશોરી ગર્ભવતી છે. કિશોરી બાળકને જન્મ આપવાની છે તેનો આ દુઃખાવો છે.
સોમવારે સાંજે પીડિતાએ ૭ મહીને એક બાળકને જન્મ આપ્યો હતો. અધૂરા મહીને બાળકનો જન્મ આપવાથી તેને સિવિલ હોસ્પીટલમાં દેખરેખ હેઠળ કાચની પેટીમાં રાખવામાં આવ્યો હતો. મંગળવારે સવારે આ બાળકનું મૃત્યુ થયું છે.સગીરાના પરિવારે પોલીસ ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ માટે કાર્યવાહી હાથ ઘરી છે.
મહત્વનું છે કે પીડિતનો આખો પરિવાર અશિક્ષિત છે. સગીરા પર જે કાકા દુષ્કર્મ કરતા તે પણ અશિક્ષિત છે. જોવાની વાત એ છે કે આરોપી ૨ સંતાનનો પિતા છે.
