Reserve Bank of India/ રિઝર્વ બેંકની મોટી કામગીરી, નિયમોના ઉલ્લંઘન બદલ પાંચ બેંકો પર ફટકાર્યો દંડ

રિઝર્વ બેંકે જણાવ્યું કે કાર્યવાહી કરતા પહેલા બંને બેંકોને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી હતી. જેના જવાબમાં આ બેંકોએ લેખિતમાં જવાબ આપ્યો હતો. જેના પર ચર્ચા કરવામાં આવ્યા બાદ આરબીઆઈએ દંડ ફટકારવાનો નિર્ણય લીધો.

Top Stories India Business
મનીષ સોલંકી 2023 12 01T164903.702 રિઝર્વ બેંકની મોટી કામગીરી, નિયમોના ઉલ્લંઘન બદલ પાંચ બેંકો પર ફટકાર્યો દંડ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ પાંચ બેંકોને દંડ ફટકાર્યો છે. RBI દેશની બે ખાનગી અને ત્રણ સહકારી બેંકોને ફટકાર લગાવી છે. દેશની સૌથી મોટી બેંક એચડીએફસી બેંક પણ નિયમોના ભંગ બદલ દોષી સાબિત થઈ છે. રિઝર્વ બેંકે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) 1999 હેઠળ આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને HDFC બેંક અને બેંક ઓફ અમેરિકા સામે કાર્યવાહી કરી છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ 30 નવેમ્બર, ગુરુવારે બેંક ઓફ અમેરિકા અને HDFC બેંકને નિયમોના ઉલ્લંઘન બદલ 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. બિન-નિવાસી ભારતીયો (એનઆરઆઈ) પાસેથી થાપણો સ્વીકારવા સંબંધિત નિયમોનો ભંગ કરવાના આ બંને બેંકો સામેના આરોપો સાબિત થયા હતા. આ મામલે રિઝર્વ બેંકે જણાવ્યું કે કાર્યવાહી કરતા પહેલા બંને બેંકોને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી હતી. જેના જવાબમાં આ બેંકોએ લેખિતમાં જવાબ આપ્યો હતો અને પછી તેના પર મૌખિક દલીલો પણ કરવામાં આવી હતી. “કેસના તમામ તથ્યો અને બેંકોના પ્રતિભાવને ધ્યાનમાં લીધા પછી, ભારતીય રિઝર્વ બેંક એવા નિષ્કર્ષ પર આવી કે નિયમોના ઉલ્લંઘનની પુષ્ટિ થઈ હતી અને તેથી દંડ જરૂરી હતો.”

ભારતીય રિઝર્વ બેંકે ત્રણ શહેરી સહકારી બેંકો પર પણ દંડ ફટકાર્યો છે. આરબીઆઈએ 5 બેંકો પર દંડ ઝીંક્યો તેમાં ધ્રાંગધ્રા પીપલ્સ કો-ઓપરેટિવ બેંક, પાટલીપુત્ર સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક અને મંડલ નાગરિક સહકારી બેંકનો સમાવેશ થાય છે. મધ્યસ્થ બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ધ્રાંગધ્રા પીપલ્સ કો-ઓપરેટિવ બેંક પર અન્ય બેંકમાં થાપણો મૂકવા સંબંધિત નિયમોના ઉલ્લંઘન બદલ 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. સેન્ટ્રલ બેંકની સૂચનાઓનું પાલન ન કરવા બદલ બિહાર સ્થિત પાટલીપુત્રા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક પર 1.50 લાખ રૂપિયાનો નાણાકીય દંડ પણ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત આરબીઆઈએ ગુજરાતના અમદાવાદની મંડલ નાગરિક સહકારી બેંક પર 1.50 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે.