GTU/ જીટીયુની પરીક્ષાનો બહિષ્કાર કરવાની જાહેરાતને પાછી ખેંચાઈ

ગુજરાત રાજ્યની સરકારી ઇજનેરી કોલેજના અધ્યાપકો છેલ્લા ઘણા સમયથી પોતાના પડતર પ્રશ્નોને લઈને સરકારને રજૂઆત કરી રહ્યા છે પરંતુ આ પડતર પ્રશ્નોનો ઉકેલ હજુ સુધી આવ્યો નથી…

Top Stories Ahmedabad Gujarat
જીટીયુની
  • જીટીયુની પરીક્ષાનો બહિષ્કાર કરવાની જાહેરાત પાછી ખેંચાઈ
  • વિદ્યાર્થીઓની પરીક્ષાના બગડે તે માટે જાહેરાત પાછી ખેંચાઈ
  • પરીક્ષાનો બહિષ્કાર કરવાની અધ્યાપકોએ આપી હતી ચીમકી
  • અધ્યાપક એસોસિએશને પ્રશ્નોના ઉકેલ લાવવાની ભલામણ
  • સરકારે તમામ પ્રશ્નોના ઉકેલ લાવવાની કરી ભલામણ

@અનિતા પરમાર

ગુજરાત રાજ્યની સરકારી ઇજનેરી કોલેજના અધ્યાપકો છેલ્લા ઘણા સમયથી પોતાના પડતર પ્રશ્નોને લઈને સરકારને રજૂઆત કરી રહ્યા છે પરંતુ આ પડતર પ્રશ્નોનો ઉકેલ હજુ સુધી આવ્યો નથી. સરકારી ઇજનેરી અધ્યાપકો દ્વારા જીટીયુ ની પરીક્ષા ની કામગીરીનો બહિષ્કાર કરવાની જાહેરાત થોડા સમય પહેલા કરવામાં આવી હતી . જીટીયુમાં પહેલી ડિસેમ્બર થી શરૂ થતી પરીક્ષા નો બહિષ્કાર કરવાની ચીમકી અધ્યાપકોએ આપી હતી.  પરંતુ હાલ પૂરતું તેઓએ પોતાનો આ નિર્ણય પાછો ખેંચ્યું છે. વિદ્યાર્થીઓની પરીક્ષા ના બગડે તે માટે થઈને જીટીયુની પરીક્ષાનો બહિષ્કાર કરવા ના એલાનને હાલ પૂરતું અધ્યાપક એસોસિએશન દ્વારા પાછું ખેંચવામાં આવ્યું છે.

ગઈકાલે સરકારી ઇજનેરી કોલેજના અધ્યાપકોએ વડી કચેરી ગાંધીનગર ખાતે મોંન ધારણા પ્રદર્શન પણ કર્યું હતું અને પોતાની માંગણીઓ ની રજુવાત કરી હતી વળી કચેરી ખાતે કમિશનર દ્વારા તેમને હાલ મૌખિક આશ્વાસન આપવામાં આવ્યું છે અને તેમના પ્રશ્નોના ઉકેલ લાવાવની તૈયારી બતાવામાં આવી સાથે જ સરકાર દ્વારા તમામ પ્રશ્નોના ઉકેલ લાવવાની તૈયારી હોવાથી પરીક્ષાની કામગીરીનો બહિષ્કાર ન કરવા માટે થઈને સરકારે ભલામણ કરી હતી જેનો અધ્યાપક એસોસિએશન એ માન રાખીને હાલ પૂરતું જીટીયુના પરીક્ષાની કામગીરીનો બહિષ્કાર કરવાની જાહેરાતને પાછી ખેંચી છે.



આ પણ  વાંચો:સીરપ કાંડમાં અમરેલી પોલીસ એક્શનમાં, પાડી આટલા લાખનો જથ્થો ઝડપી પાડ્યો

આ પણ  વાંચો:આણંદના આરોગ્ય વિભાગના વર્ગ-4ના અને આઉટસોર્સ કર્મચારીઓ હજી પણ દિવાળી બોનસથી વંચિત

આ પણ  વાંચો:અભાવિપ ગુજરાત પ્રદેશના વર્ષ 2023-24 માટે પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશ મંત્રી તરીકે ડૉ.લક્ષ્મણ ભુતડીયા અને સમર્થ ભટ્ટ નવનિર્વાચિત

આ પણ  વાંચો:શિયાળાની શરૂઆતમાં કેસર કેરી! આંબાના વૃક્ષમાં થતા ફેરફારો વાતાવરણને આધીન

આ પણ  વાંચો:ધ્રાંગધ્રામાં દાયકા પૂર્વે કરોડોના ખર્ચે નિર્માણ થયેલા આવાસના મકાનોની હાલત ખંડેર

આ પણ  વાંચો:અમદાવાદમાં IPS અધિકારીના પત્નીની આત્મહત્યાથી ચકચાર