ટ્રાફિક ડ્રાઈવ/ ધનસુરા પોલીસ સ્ટેશનમાં સામાન્ય અરજદારો અને માલેતુજારો માટે કાયદો અલગ અલગ….?

અમદાવાદ ઈસ્કોન અકસ્માત બાદ પોલીસ હરકતમાં આવી હતી અને મોટર સાયકલ ચાલક હોય , કાર ચાલક હોય કે પછી મોટા વાહન ચાલકો હોય દરેક સામે ટ્રાફિક નિયમો ને લઈને કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Gujarat Others
Untitled 61 1 ધનસુરા પોલીસ સ્ટેશનમાં સામાન્ય અરજદારો અને માલેતુજારો માટે કાયદો અલગ અલગ....?

@મહેશ પરમાર

અમદાવાદ ઈસ્કોન અકસ્માત બાદ પોલીસ હરકતમાં આવી હતી અને મોટર સાયકલ ચાલક હોય , કાર ચાલક હોય કે પછી મોટા વાહન ચાલકો હોય દરેક સામે ટ્રાફિક નિયમો ને લઈને કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.માત્ર અમદાવાદ જ નહીં ગુજરાત ભરમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથધરવામાં આવી રહી છે.અને સામાન્ય વાહન ચાલકો આ કાયદાકીય કાર્યવાહી ને લઈ ને દંડ પણ ભરી રહ્યા છે.પરંતુ આ કાર્યવાહી માત્ર સામાન્ય લોકો માટેજ હોય તેવુ લાગી રહ્યું છે.

અરવલ્લી પોલીસ દ્વારા પણ ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.ધનસુરા પોલીસ દ્વારા પણ ટ્રાફિક ની કડક કાર્યવાહી કરાઈ રહી છે ત્યારે બીજી તરફ ધનસુરા પોલીસ સ્ટેશનમાંજ પોલીસ અધિકારી અને કર્મચારીઓની ગાડીઓ ના કાળા કાચ નંબર પ્લેટ વગરની ગાડીઓ સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

પી એસ આઈના ચેમ્બર પાસે પાર્ક કાળા કાચ વાળી કારની બ્લેક ફિલ્મને પરવાનો.?

ધનસુરા પોલીસ દિવસ દરમ્યાન ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત કેટલાય વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ ધનસુરા પોલીસ સ્ટેશનમાં જ કાળા કાચવાળી પી એસ આઈ એસ જે દેસાઈ ની કાર જોઈ ને દંડાયેલા વાહન ચાલકોમાં ભારે પ્રશ્નાર્થ ઉભા થઈ રહ્યા છે.સાથે જે અન્ય કેટલાય પોલીસ કર્મીઓ નંબર પ્લેટ વગરની કાળા કાચવાળી ગાડીઓ રાખતા હોવાથી દંડાયેલા વાહન ચલોકોમાં પ્રશ્નાર્થ ઉભો થઇ રહ્યો છે.સામાન્ય જનતા પાસે દંડ વસુલતી પોલીસ પોતે કાયદાનું પાલન ક્યારે કરશે તેની પર પણ સવાલો ઉભા થઇ રહ્યા છે.

ધનસુરા પોલીસ સ્ટેશનમાં સામાન્ય જનતા અને માલેતુજારો માટે વાહન પાર્કિંગ માટે અલગ અલગ કાયદો

ધનસુરા પોલીસ સ્ટેશનમાં જતા અરજદારો માટે પોલીસ મથકમાં વાહન પાર્કિગ માટે પી એસ આઈ દ્વારા અલગ અલગ કાયદો બતાવવામાં આવતો હોવાની વિગતો જાણવા મળી છે. મોટર સાયકલ લઈ ને જનતા ગરીબ અને સામાન્ય અરજદારો સામે કડકાઈ થી કાયદો બતાવતા પી એસ આઈ જ્યારે માલતુજાર , મોટા રાજકીય અને પૈસાદાર આગેવાનો મોંઘીદાટ કારો પોલીસ સ્ટેશનના પગથિયાં નજીક આડેધડ પાર્કિગ કરતા હોય છે તેમની આગતા સ્વાગતા કરવામાં આવતી હોવાની વિગતો જાણવા મળી છે.

ધનસુરામાં માથાનો દુખાવો બની ટ્રાફિકની સમસ્યા

ધનસુરા ચારરસ્તા વિસ્તારમાં અવાર નવાર ટ્રાફિક ની સમસ્યા જોવા મળતી હોય છે ખાસ કરી ને સવારે શાળા માં જતા બાળકો અને શાળાએથી છુંટતા બાળકો ને આ ટ્રાફિક ની સમસ્યાનો સામનો કરવો પડે છે.કેટલાય વાલીઓ બાળકો ને શાળા એ મુકવા અને લેવા જવાના સમયે નાના મોટા અકસ્માતનો ભોગ બનતા હોય છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની જેના માથે જવાબદારી છે તેવા પી એસ આઈ ચેમ્બરમાંથી ક્યારે નીકળશે?

આ પણ વાંચો:ગુજરાતમાં દારૂ અને બિયર મોલતા બે બુટલેગરોની ધરપકડ

આ પણ વાંચો:7 ધોરણ ભણેલા સુરતના 64 વર્ષના વ્યક્તિએ હોલીવુડ મુવીમાં હોય તેવી યુનિક ઇલેક્ટ્રિક રિંગ બાઈક બનાવી, જાણો વધુ

આ પણ વાંચો:ગણેશ મહોત્સવને લઈને જાહેરનામું, પીઓપી મૂર્તિ બનાવવા અને વેચાણ પર પ્રતિબંધ

આ પણ વાંચો:માટી સાથે જોડાયેલા મંત્રી મૂળુ બેરા, કેટલી અજાણી વાતો જાણીને કહેશો વાહ…!