અનોખો પ્રયોગ/ 7 ધોરણ ભણેલા સુરતના 64 વર્ષના વ્યક્તિએ હોલીવુડ મુવીમાં હોય તેવી યુનિક ઇલેક્ટ્રિક રિંગ બાઈક બનાવી, જાણો વધુ

નટુભાઈ પટેલ સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં પોતાનું ગેરેજ ચલાવે છે. તેમને બનાવેલી અજીબો ગરીબ રિંગ બાઈક તેઓ પોતાના ગેરેજમાં જ રાખે છે.

Gujarat Surat
Untitled 44 2 7 ધોરણ ભણેલા સુરતના 64 વર્ષના વ્યક્તિએ હોલીવુડ મુવીમાં હોય તેવી યુનિક ઇલેક્ટ્રિક રિંગ બાઈક બનાવી, જાણો વધુ

@અમિત રૂપાપરા 

એવું કહેવાય છે કે, શીખવાની કોઈ ઉંમર હોતી નથી હોતી. આ વાતને સાર્થક કરી છે સુરતના 64 વર્ષના એક વ્યક્તિએ. આ 64 વર્ષના વ્યક્તિએ સારા સારા એન્જિનિયરોને પણ પાછા પાડી દીધા છે કારણ કે, માત્ર 7 ભણેલા નટુભાઈ પટેલ નામના વ્યક્તિ દ્વારા એક એવી બાઈક બનાવવામાં આવી છે કે જે બાઈકને જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ જાય છે.

સુરતમાં રહેતા અને માત્ર ધોરણ 7 ભણેલા 64 વર્ષના નટુ પટેલ હોલીવુડ મુવીમાં હોય તેવી એક બાઈક બનાવી છે. આ બાઈક બેટરીથી ચાલે છે. જ્યારે આ બાઈક રસ્તા પર ચાલતી હોય છે ત્યારે બાઈકની ઉપરથી પસાર થતી રીંગ ગોળ ગોળ ફરતી હોય છે. આ અવનવી બાઈક જોઈને સૌ કોઈ લોકો આશ્ચરચકિત થઈ રહ્યા છે. નટુભાઈ પટેલે આ ઈલેક્ટ્રીક રિંગ બાઈક બનાવવા માટે ઈલેક્ટ્રીક બેટરીની કીટ, મોટર, સ્ટીલના પાઇપ, બાઇકના જમ્પર અને નાના ટાયરનો ઉપયોગ કર્યો છે.

નટુભાઈ પટેલ સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં પોતાનું ગેરેજ ચલાવે છે. તેમને બનાવેલી અજીબો ગરીબ રિંગ બાઈક તેઓ પોતાના ગેરેજમાં જ રાખે છે. તેઓ આ બાઈક ચલાવીને જ તેઓ પોતાના ઘરેથી ગેરેજ સુધી આવે છે. નટુભાઈ પટેલ છેલ્લા 42 વર્ષથી મિકેનિક તરીકે કામ કરી રહ્યા છે અને તેમને નાનપણથી જ કંઈક અલગ કરવાનો શોખ હતો અને એટલે કે 64 વર્ષની ઉંમરે તેમને પોતાનો આ શોખ પૂર્ણ કર્યો.

નટુભાઈને આ રીંગ બાઈક બનાવવા માટે ચાર મહિના જેટલો સમય લાગ્યો હતો. તેમને સૌપ્રથમ કઈ રીતે આ રીંગ બાઇક તૈયાર કરવી તેની ડિઝાઇન તૈયાર કરી હતી. ત્યારબાદ તેઓ કબાડી માર્કેટમાંથી રીંગ બાઇક બનાવવા માટે અલગ અલગ સામાન લાવ્યા હતા. આ બાઈકમાં જે બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે લિથિયમ બેટરી છે. એક વખત આ બેટરી ચાર્જ કરવામાં આવે તો તે 35 કિલોમીટર સુધી ચાલે છે અને એક યુનિટ કરતાં પણ ઓછી વીજળીમાં આ બેટરી ફૂલ ચાર્જ થઈ જાય છે.

Untitled 44 3 7 ધોરણ ભણેલા સુરતના 64 વર્ષના વ્યક્તિએ હોલીવુડ મુવીમાં હોય તેવી યુનિક ઇલેક્ટ્રિક રિંગ બાઈક બનાવી, જાણો વધુ

નટુભાઈ પટેલને હંમેશા કંઈક નવું કરવાની ઈચ્છા હતી અને અગાઉ તેમને એક નોર્મલ સાયકલને બેટરી સંચાલિત સાયકલ પણ બનાવી દીધી હતી. હવે તેમને લોકોને આકર્ષિત કરતી આ રીંગ બાઇક તૈયાર કરી છે અને જ્યારે નટુભાઈ પોતાની આ રિંગ બાઈક લઈને રસ્તા પર નીકળે છે ત્યારે ઘણા લોકો તેમની સાથે સેલ્ફી પાડે છે અથવા તો ઘણા તેમની આ અનોખી બાઇકનો વિડીયો પોતાના મોબાઈલમાં ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કરે છે.

આ પણ વાંચો:જાણો, ભાજપના નેતા પાસે ખંડણી માંગવાનો કારસો કોણે અને કેવી રીતે રચ્યો હતો..તમે જાણવા માંગો છો તે તમામ વિગતો…

આ પણ વાંચો:ગણેશ મહોત્સવને લઈને જાહેરનામું, પીઓપી મૂર્તિ બનાવવા અને વેચાણ પર પ્રતિબંધ

આ પણ વાંચો:માટી સાથે જોડાયેલા મંત્રી મૂળુ બેરા, કેટલી અજાણી વાતો જાણીને કહેશો વાહ…!

આ પણ વાંચો:RTOમાં RC બુકનો ખડકલો, 10,000 કરતા વધુ વાહન માલિકો નથી લેવા આવતા આ અગત્યનું ડોક્યુમેન્ટ