Fire/ અમદાવાદમાં આગનો સિલસિલો યથાવત્, આ વિસ્તારમાં વહેલી સવારે 8 દુકાનોમાં લાગી ભીષણ આગ

જુહાપુરા વિસ્તારમાં આગ એટલી ભીષણ લાગી હતી કે, એકસાથે આવેલી 15 દુકાનોને પોતાની ચપેટમાં લઇ લીધી. વહેલી સવારે લાગેલી આગને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Ahmedabad Gujarat
a 366 અમદાવાદમાં આગનો સિલસિલો યથાવત્, આ વિસ્તારમાં વહેલી સવારે 8 દુકાનોમાં લાગી ભીષણ આગ

અમદાવાદમાં આગ લાગવાનો સિલસિલો હજુ પણ યથાવત્  જોવા મળી રહ્યો છે. શહેરમાં શોર્ટ સર્કિટને કારણે અનેકવાર આગનાં બનાવ બનતા  હોય છે. ત્યારે વધુ એકવાર શોર્ટ સર્કિટને  કારણે જુહાપુરા વિસ્તારોમાં આજે ( રવિવારે) વહેલી 8 જેટલી દુકાનોમા આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગવાની જાણ થતા ફાયરવિભાગની ગાડીઓએ આગ પર કાબુ મેળવી લીધો છે. પ્રાથમિક તારણ પ્રમાણે, આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન છે. આ ભીષણ આગમાં  સદનસીબેજાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.

આપને જણાવી દઈએ કે, જુહાપુરા વિસ્તારમાં આગ એટલી ભીષણ લાગી હતી કે, એકસાથે આવેલી 15 દુકાનોને પોતાની ચપેટમાં લઇ લીધી. વહેલી સવારે લાગેલી આગને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી ભીષણ હતી કે, દૂર દૂરથી આગના ગોટેગોટા દેખાઇ રહ્યાં હતા. દુકાનોની આસપાસના રહેણાંક વિસ્તારના લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા અને લોકોમાં ડરનો માહોલ છવાયો હતો.

આગ એટલી ભીષણ હતી કે, દુકાનોમાં રહેલો મોટભાગનો સામાન બળીને ખાખ થઇ ગયો છે. આ ભીષણ આગના સમાચાર વાયુવેગે ફેલાતા મોટી સંખ્યામાં લોકો દોડીને ઘટનાસ્થળે આવી ગયા હતા. જોકે, ફાયર વિભાગની કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો