Gujarat election 2022/ વિધાનસભાની આગામી ચૂંટણીના પ્રચાર માટે ભાજપે અભિયાન હાથ ધર્યું,પાંચ જુદા જુદા સ્થળેથી નીકળશે ગૌરવ યાત્રા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે તમામ પાર્ટીઓ તાડમાર તૈયારીઓમાં લાગી ગઇ છે. સત્તાપક્ષ ભાજપે આગામી વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર અભિયાન હાથ ધર્યું છે

Top Stories Gujarat
14 2 વિધાનસભાની આગામી ચૂંટણીના પ્રચાર માટે ભાજપે અભિયાન હાથ ધર્યું,પાંચ જુદા જુદા સ્થળેથી નીકળશે ગૌરવ યાત્રા
  • ભાજપની 5 ગૌરવયાત્રાનો યોજાશે કાર્યક્રમ
  • 10 દિવસમાં 145 સભા કાર્યક્રમનું આયોજન
  • જેપી નડ્ડા આજે ગૌરવયાત્રાનું કરાવશે પ્રસ્થાન
  • અમિત શાહ ગુરુવારે ગૌરવયાત્રાને કરાવશે પ્રસ્થાન
  • ભાજપના હોદ્દેદારોને જવાબદારી સોંપાઈ
  • ઝાંઝરડા, દ્વારકા, બેચરાજી, અંબાજીમાં ચૂંટણી સંમેલન
  • ઉનાઇ,ફાગવેલ,સોમનાથમાં ચૂંટણી સંમેલન યોજાશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે તમામ પાર્ટીઓ તાડમાર તૈયારીઓમાં લાગી ગઇ છે. સત્તાપક્ષ ભાજપે આગામી વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર અભિયાન હાથ ધર્યું છે.  રાજ્યના પાંચ અલગ-અલગ સ્થળેથી ગૌરવ યાત્રા શરુ કરવામાં આવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા બુધવારે આવી બે યાત્રાને લીલીઝંડી આપવાના છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના અલગ અલગ પાંચ ધાર્મીક સ્થળેથી આ યાત્રાનો પ્રારંભ થવાનો છે. 10 દિવસ સુધી આ યાત્રા ગુજરાતના 182 વિધાનસભાની બેઠકોમાંથી 144 સીટોના સ્થળો સુધી પહોચવાનો અભિગમ છે.

પાર્ટીના નેતાઓ પ્રમાણે પહેલી બે યાત્રા મહેસાણા જિલ્લાના બહુચરાજીથી કચ્છ જિલ્લાના માતાના મઢ સુધી જશે. બહુચરાજીમાં વિશ્વ પ્રસિદ્ધ સૂર્ય મંદિર આવેલુ છે. બીજી યાત્રા દ્વારકાથી પોરબંદર સુધી જશે. આ બંને યાત્રાને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા લીલીઝંડી આપી પ્રસ્તાન કરવાશે. ત્રીજી યાત્રા અમદાવાદ જિલ્લાના જંજરકાથી નીકળીને અમદાવાદના સોમનાથ સુધી જશે. જ્યારે ચોથી યાત્રા નવસારી જિલ્લાના ઉનાઈથી દક્ષિણ ગુજરાતના ખેડા જિલ્લા સુધી જશે. આ સાથે મળતી માહિતી પ્રમાણે પાંચમી યાત્રા ઉનાઈથી અંબાજી સુધી જશે.

ઉલ્લેખનીય  છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરના ભૂતકાળમાં ઘણી વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને હજારો કરોડના અનેક વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરી ચૂક્યા છે. પાર્ટી આ પ્રવાસ દરમિયાન 5,000 કિલોમીટરથી વધુનું અંતર કાપવાની યોજના ધરાવે છે.