Not Set/ ચોમાસા બાદ અમદાવાદ શહેરનાં રસ્તાની બદલાઇ સૂરત, ઠેર ઠેર જોવા મળ્યા ખાડા

ગુજરાતમાં આ વખતે આ વર્ષનો સારો વરસાદ પડ્યો હતો. રાજ્યનાં લગભગ મોટા ભાગનાં વિસ્તારોમાં મેઘરાજાએ તેની મહેર કરી હતી. પરંતુ હવે ચોમાસાનાં અંત બાદ રસ્તાઓની હાલત ખરાબ થઇ ગઇ છે. અમદાવાદની વાત કરીએ તો અહી મોટા ભાગનાં વિસ્તારોમાં રસ્તાઓ પર ખાડા જોવા મળી રહ્યા છે. ચોમાસા બાદ અમદાવાદ શહેર ખાડાબાદ બની ગયું છે અને ઠેર […]

Top Stories Ahmedabad Gujarat
10BGPAGE3 ચોમાસા બાદ અમદાવાદ શહેરનાં રસ્તાની બદલાઇ સૂરત, ઠેર ઠેર જોવા મળ્યા ખાડા

ગુજરાતમાં આ વખતે આ વર્ષનો સારો વરસાદ પડ્યો હતો. રાજ્યનાં લગભગ મોટા ભાગનાં વિસ્તારોમાં મેઘરાજાએ તેની મહેર કરી હતી. પરંતુ હવે ચોમાસાનાં અંત બાદ રસ્તાઓની હાલત ખરાબ થઇ ગઇ છે. અમદાવાદની વાત કરીએ તો અહી મોટા ભાગનાં વિસ્તારોમાં રસ્તાઓ પર ખાડા જોવા મળી રહ્યા છે.

1867533 ચોમાસા બાદ અમદાવાદ શહેરનાં રસ્તાની બદલાઇ સૂરત, ઠેર ઠેર જોવા મળ્યા ખાડા

ચોમાસા બાદ અમદાવાદ શહેર ખાડાબાદ બની ગયું છે અને ઠેર ઠેર રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં છે ત્યારે દિવાળી પહેલા શહેરનાં તમામ ખાડા અને ગાબડાં પૂરી દેવાની કડક સૂચના આપી દેવાઈ છે. એએમસીનાં ઉચ્ચ અધિકારીઓ અને એન્જિનિયરોની મળેલી અઠવાડિક રિવ્યૂ બેઠકમાં ઈન્ચાર્જ કમિશનરે ખાડા પૂરવાની સૂચના આપી છે. એટલું જ નહીં દિવાળી પહેલા શહેરનાં તમામ રોડ અને જાહેર સ્થળોએ સઘન સફાઈ કરાવવાની પણ સૂચના આપી દેવાઈ છે. શહેરનાં રોડ રસ્તાઓ પર પડેલા ખાડાઓ પૂરવાની સૂચના તો આપી દેવામાં આવી છે પરંતુ તેનુ પાલન કેટલા સમયમાં થાય છે તે હવે જોવાનુ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.