Not Set/ IND vs AUS/ હાથની બાજુઓ પર કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરી ટીમ ઈન્ડિયા, જાણો શું છે કારણ

વનડે શ્રેણીની ત્રીજી મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાઈ રહી છે. શુક્રવારે રાજકોટમાં ત્રણ મેચની સીરીઝની બીજી મેચ જીતીને ભારતીય ટીમે શ્રેણી 1-1થી સરભર કરી હતી અને હવે કોહલી એન્ડ કંપનીની નજર એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કાંગારૂઓ ઉપર શ્રેણી જીતવા પર લાગેલી છે. પહેલી બે મેચની જેમ ઓસ્ટ્રેલિયાનાં કેપ્ટન એરોન ફિંચે ટોસ જીત્યો હતો અને બીજી […]

Top Stories Sports
Team India IND vs AUS/ હાથની બાજુઓ પર કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરી ટીમ ઈન્ડિયા, જાણો શું છે કારણ

વનડે શ્રેણીની ત્રીજી મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાઈ રહી છે. શુક્રવારે રાજકોટમાં ત્રણ મેચની સીરીઝની બીજી મેચ જીતીને ભારતીય ટીમે શ્રેણી 1-1થી સરભર કરી હતી અને હવે કોહલી એન્ડ કંપનીની નજર એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કાંગારૂઓ ઉપર શ્રેણી જીતવા પર લાગેલી છે.

खिलाड़ियों ने बाजुओं पर बांधी काली पट्टी

પહેલી બે મેચની જેમ ઓસ્ટ્રેલિયાનાં કેપ્ટન એરોન ફિંચે ટોસ જીત્યો હતો અને બીજી મેચમાં 341 રનનો પીછો કરવામાં નિષ્ફળ ગયા બાદ પહેલી બેટિંગનો વિકલ્પ પસંદ કર્યો છે. ભારતે જ્યા આ મેચમાં તે જ ટીમને મેદાનમાં ઉતારી છે, ત્યારે ઓસ્ટ્રેલિયાએ એક ફેરફાર કર્યો છે, જ્યા રિચર્ડસનની જગ્યાએ જોશ હેઝલવુડને ટીમમાં સ્થાન આપ્યું છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાનાં ખેલાડીઓની બાજુમાં બાંધેલી કાળી પટ્ટી પર સૌનું ધ્યાન આકર્ષિત થયુ હતુ. જેનું કારણ ભારતનાં પૂર્વ ઓલરાઉન્ડર બાપુ નાડકર્ણીનું અવસાન છે. વય સંબંધિત બિમારીઓને કારણે 86 વર્ષનાં બાપુએ શુક્રવારે અંતિમ શ્વાસ લીધો હતો.

Virat1245 IND vs AUS/ હાથની બાજુઓ પર કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરી ટીમ ઈન્ડિયા, જાણો શું છે કારણ

તે 1964 માં ચેન્નાઈ ટેસ્ટ દરમિયાન ઇંગ્લેન્ડ સામે સતત ઓવર-મેડન કરવા માટે જાણીતા હતા અને તે હજી પણ રમતનાં સૌથી લાંબા પ્રારૂપમાં એક વર્લ્ડ રેકોર્ડ છે. ટીમ ઈન્ડિયા તેમના સમ્માન અને ભારતીય ક્રિકેટમાં તેમના યોગદાનની નિશાની તરીકે કાળા રંગની પટ્ટી લગાવી છે. નાડકર્ણીએ ભારત માટે 41 ટેસ્ટ રમી હતી, જેમાં તેણે 25.70 ની સરેરાશથી 1414 રન બનાવ્યા હતા અને 88 વિકેટ લીધી જેમા 4 વખત 5 વિકેટ અને એકવાર મેચમાં 10 વિકેટ સામેલ છે.

ભારત:

Image

રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી (કેપ્ટન), લોકેશ રાહુલ (વિકેટકીપર), શ્રેયસ ઐયર, મનીષ પાંડે, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, નવદીપ સૈની, જસપ્રીત બુમરાહ

ઓસ્ટ્રેલિયા:

Image

ડેવિડ વોર્નર, એરોન ફિંચ (કેપ્ટન), સ્ટીવન સ્મિથ, મેરાનસ લેબ્યુશ્ગને, એલેક્સ કેરી (વિકેટકીપર), એશ્ટન ટર્નર, એશ્ટન એગર, પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ, એડમ ઝમ્પા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.