ગુજરાત/ સુરત એરપોર્ટ પરથી બિનવારસી સોનું મળી આવ્યું, કસ્ટમ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ

સુરત એરપોર્ટ પર સામાન લઇ જવા માટે ઉપયોગમાં લેવામાં આવતી લગેજ ટ્રોલીમાંથી 10 સોનાના બિસ્કિટ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. કસ્ટમ અધિકારી બાતમી મળતા સોના ના બિસ્કિટ કબ્જે કરી અધિકારીઓએ તપાસ ધરી હતી.

Gujarat Surat
સુરત એરપોર્ટ

સુરત એરપોર્ટ પર લગેજ ટ્રોલીમાંથી 10 સોનાના બિસ્કિટ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. કસ્ટમ અધિકારીએ બાતમીને આધારે લગેજ ટ્રોલીમાં ચેકીંગ કર્યું હતું. જેમા મોબાઈલના કવરમાંથી 10 સોનાની બિસ્કીટ મળી આવી હતી. જેની કિંમત અંદાજીત 68 લાખ રૂપિયા છે. એરપોર્ટ પર હાજર તમામ લોકોને પુછપરછ કરતા કોઇએ પણ તેની માલિકીનો દાવો કર્યો ન હતો. જેથી તેવું માનવામાં આવી રહ્યું છે. કે સોના પર ટેક્સ ના ચુકવવો પડે તેના માટે કોઈ તેને મુકીને જતું રહ્યું હશે.ત્યારે કસ્ટમ અધિકારીઓએ સોનું જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરત એરપોર્ટ સુરત એરપોર્ટ પર વખતો વખત કસ્ટમ બચાવવા માટે મુસાફરો યેનકેન પ્રકારે દાગીના છુપાવી લઈ આવતા હોય છે જે.કસ્ટમ અધિકારીઓ ના હાથે ઝડપાઇ પણ જતા હોય છે.ત્યારે ફરી એક વખત આવીજ ઘટના સુરત એરપોર્ટ પર બની હતી.એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓ બાતમીના આધારે લગેજ ટ્રોલીમાં ચેકીંગ કર્યું હતું..જેમાંથી મોબાઈલ કવર મળી આવ્યું હતું.જેની.અંદર સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા. મળી આવેલા 10 સોનાના બિસ્કિટ અંદાજીત 68 લાખ ના હોવાનું સામે આવ્યું હતું.

એરપોર્ટ પર હાજર તમામ લોકોને પુછપરછ કરતા કોઇએ પણ તેની માલિકીનો દાવો કર્યો ન હતો. અધિકારીઓનું માનવુ છે કે એરપોર્ટ પર વિદેશથી ફ્લાઇટ લેન્ડિંગ પછી કસ્ટમ દ્વારા પેસેન્જરની તપાસ કરવામાં આવતી હોય છે. વિદેશથી ટેક્સ ચુકવ્યા વગર ગોલ્ડ લાવનારા કોઇ શખ્સ બચવા માટે ટ્રોલીમાં મુકી એરપોર્ટની બહાર નીકળી ગયો હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:સુરતમાં કાયદો અને વ્યવસ્થા પર ઉઠ્યા સવાલ, વૃદ્ધ દંપતીને બંધક બનાવીને કરી ચોરી

આ પણ વાંચો:ભરૂચ તાલુકાના કાસદ અને મહુદલા ગામની સીમમાંથી અજાણી મહિલાઓના મૃતદેહ મળી આવતા ચકચાર

આ પણ વાંચો:ઉનાળાની શરૂઆતથી શેરડીનો રસ બનાવતા મશીનની માગ વધી, વેપારીઓમાં ખુશીનો માહોલ

આ પણ વાંચો:અગ્નિની સાક્ષીએ શરૂ કરેલું લગ્નજીવન દીવાસળી ચાંપી પૂરું કર્યું