મૃતદેહ/ ભરૂચ તાલુકાના કાસદ અને મહુદલા ગામની સીમમાંથી અજાણી મહિલાઓના મૃતદેહ મળી આવતા ચકચાર

ભરૂચ તાલુકા પોલીસ મથકની હદમાં આવેલા કાસદ અને મહુદલા ગામની એક ખેડૂતની ખેતરની સીમમાંથી બે મહિલાઓના મૃતદેહ મળી આવ્યા છે

Gujarat
22 2 ભરૂચ તાલુકાના કાસદ અને મહુદલા ગામની સીમમાંથી અજાણી મહિલાઓના મૃતદેહ મળી આવતા ચકચાર

  Bharuch:ભરૂચ તાલુકા પોલીસ મથકની હદમાં આવેલા કાસદ અને મહુદલા ગામની એક ખેડૂતની ખેતરની સીમમાંથી બે મહિલા મૃતક અવસ્થામાં હોવાની જાણ પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતક બે મહિલા કોણ છે તેની ઓળખ કરવાના પ્રયાસો કરતા પાંચ દિવસ પૂર્વે ગામના મહાદેવ નગરમાં રહેતા એક પરિવારની માં અને બેન ગુમ સુદા થઇ હોવાની ફરિયાદ સી ડિવિઝનમાં નોંધવામાં આવી હતી. જેના પગલે ફરિયાદીને મૃતકના ઓળખ માટે સિવિલ હોસ્પિટલ ખાતે બોલાવવામાં આવ્યા હતા અને બંને મૃતકોની ઓળખ મૃતકના દીકરાએ કરી હતી જેમાં ૬૫ વર્ષીય શાંતાબેન ભીખાભાઈ મિસ્ત્રી તેમની માતા અને ૩૫ વર્ષીય ઈલાબેન ભીખાભાઈ મિસ્ત્રી તેમની બહેન હોવાની ઓળખ કરી હતી અને બંને પાંચ દિવસ અગાઉ ઘરમાં કોઈને કંઈ પણ કહ્યા વગર ગુમ થઈ ગયા હતા. જેના પગલે પોલીસે મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે બંને માં દીકરીઓના મોત કયા કારણોસર થયા છે તે દિશામાં તપાસ કરવા સાથે બંનેનું પેનલ પીએમ કરાવી વધુ તપાસ આરંભી છે.

 (Bharuch)કાસદ અને મહુદલા ગામની સીમમાંથી મળી આવેલી બે મહિલા ભરૂચના ઝાડેશ્વર વિસ્તારના જ્યોતિનગર નજીક આવેલ મહાદેવ નગર સોસાયટીની રહીશ હોવાનું સામે આવ્યું છે પરંતુ તેમના ઘરથી ૧૩ કિલોમીટર દૂર ખેતરમાંથી બંનેના મૃતદેહ મળી આવતા પરિવાર અને પોલીસ માટે પણ ચિંતાનો વિષય બની ગયો છે હાલ તો પોલીસે બંને મૃતદેહનો કબજો મેળવી તેમના મોતનું કારણ શોધવાના પ્રયાસો શરૂ કર્યા છે. ત્યારે બન્ને મહિલાઓના મૃતદેહ મળી આવતાં હત્યા કે આત્મહત્યા છે કે નહીં તે તપાસમાં બહાર આવશે.

ઉલ્લેખનીય છે કે (Bharuch) ભરૂચ તાલુકા પોલીસ મથકની હદમાં આવેલા કાસદ અને મહુદલા ગામની એક ખેડૂતની ખેતરની સીમમાંથી બે મહિલા મૃતક અવસ્થામાં હોવાની જાણ પોલીસને જાણ કરવામાં આવી હતી,પોલીસે હાલ ગુનો નોંધીને સઘન તપાસ હાથ ધરી છે.

reporter : મુનિરપઠાન

Border Gavaskar Trophy 2023/બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચ અમદાવાદમાં યોજાશે, PM મોદી

Astrology/હોળી બાદ બનશે ગજલક્ષ્મી રાજયોગ, આ રાશિઓનું ચમકશે ભાગ્ય

Election/2024માં યોજાનારી ચૂંટણી પહેલા વિપક્ષી એકતા અંગે બેઠક યોજાઈ

Chardham Yatra 2023/ચારધામ યાત્રાધામનું ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ, જાણો પૂરી પ્રક્રિયા

Election/2024માં યોજાનારી ચૂંટણી પહેલા વિપક્ષી એકતા અંગે બેઠક યોજાઈ