Not Set/ ડ્રોન કેમેરાની મદદથી ખનીજચોરી ઝડપાઇ, ખાણ ખનીજ અધિકારીની કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ

બનાસકાંઠા, બનાસકાંઠામાં ખાણ -ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો છે. ખાણ-ખનીજ વિભાગે ખનીજચોરી કરતાં ખનીજ માફિયાઓને પર્દાફાશ કર્યો છે. ડ્રોને કેમેરાની મદદથી આ ખનીજ ચોરી પકડાઇ છે. સાથે જ કાયદેસરની કાર્યવાહી કરીને દંડ વસૂલ્યો છે. રાજયભરમાં ખનીજમાફિયાઓ બેફામ બન્યા છે. કાયદાને ખિસ્સામાં રાખીને ખનીજ ચોરી કરી રહેલા ખનીજ માફિયાઓ ભડથ ગામ પાસે બનાસ નદીમાંથી રેતી ખનન કરી […]

Gujarat Others Videos
mantavya 25 ડ્રોન કેમેરાની મદદથી ખનીજચોરી ઝડપાઇ, ખાણ ખનીજ અધિકારીની કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ

બનાસકાંઠા,

બનાસકાંઠામાં ખાણ -ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો છે. ખાણ-ખનીજ વિભાગે ખનીજચોરી કરતાં ખનીજ માફિયાઓને પર્દાફાશ કર્યો છે. ડ્રોને કેમેરાની મદદથી આ ખનીજ ચોરી પકડાઇ છે. સાથે જ કાયદેસરની કાર્યવાહી કરીને દંડ વસૂલ્યો છે.

રાજયભરમાં ખનીજમાફિયાઓ બેફામ બન્યા છે. કાયદાને ખિસ્સામાં રાખીને ખનીજ ચોરી કરી રહેલા ખનીજ માફિયાઓ ભડથ ગામ પાસે બનાસ નદીમાંથી રેતી ખનન કરી રહ્યા હતા.

આ દરમિયાન ખાણ-ખનીજ વિભાગે રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસે રેતી ભરેલા ત્રણ ડમ્પર અને એક ટ્રેકટર ઝડપી પાડ્યું હતું. સાથે 70 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને રૂપિયા 6 લાખનો દંડ વસૂલ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે  ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની કડક કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે…..