ગુજરાત/ રાજયમાં  કોરોના કેસ ઘટતા 6 મહાનગરોમાંથી રાત્રિ કર્ફ્યૂ હટાવાયો, લગ્ન પ્રસંગો માટે નોંધણી કરાવવાની રહેશે નહીં

રાજયમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતા ધીરેધીરે લોકજીવન થાળે પડી રહ્યું છે. પરંતુ, આ વચ્ચે કોરોનાની ત્રીજી લહેર પણ  ઓછી નજરે પડી રહી છે

Top Stories Gujarat
Untitled 68 7 રાજયમાં  કોરોના કેસ ઘટતા 6 મહાનગરોમાંથી રાત્રિ કર્ફ્યૂ હટાવાયો, લગ્ન પ્રસંગો માટે નોંધણી કરાવવાની રહેશે નહીં

રાજયમાં  કોરોના કેસમાં સતત  ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના પગલે હવે સરકાર દ્વારા  રાજયની  2 જ મહાનગર માં  રાત્રિ કરફ્યુ  યથાવત રાખવામા આવ્યો છે, જયારે  બાકીના  રાજ્યના 6 મહાનગરોમાંથી રાત્રિ કરફ્યુ હટાવી લેવામાં આવ્યા  છે.  જે અંતર્ગત હવે અમદાવાદ અને વડોદરામાં જ રહેશે રાત્રિ કર્ફ્યૂ  રહેશે .  જયારે સુરત,રાજકોટ,,જામનગરમાં,ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં પણ રાત્રિ કર્ફ્યૂ  હટાવવામાં  આવ્યો છે.

આ પણ  વાંચો;કોરોના / રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 870 કેસ નોંધાયા, જયારે 13 દર્દીના મોત થયા

રાજયમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતા ધીરેધીરે લોકજીવન થાળે પડી રહ્યું છે. પરંતુ, આ વચ્ચે કોરોનાની ત્રીજી લહેર પણ  ઓછી નજરે પડી રહી છે. ત્યારે લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે.  જેથી લોકોએ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક પહેરવું અનિવાર્ય છે. નહિતર બીજી લહેરે જે રીતે કેર વર્તાવ્યો છે તેવા જ કેર સંભવિત ત્રીજી લહેરમાં જોવા મળી શકે છે.

આ પણ  વાંચો:Gujarat / રાજ્ય સરકારની નવી ગાઈડલાઈન જાહેર, શાળા કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઈન

ખુલ્લી જગ્યામાં માત્ર 300 લોકોની મર્યાદામાં યોજી શકાશે. જ્યારે ઇન્ડોર સ્થળે ક્ષમતાના 50% તથા મહત્તમ 150 લોકોની મર્યાદામાં લોકો ભેગા થઈ શકશે. લગ્ન માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે  નહીં.દુકાનો, કોમર્શિયલ સંસ્થાઓ, લારી-ગલ્લા, શોપિંગ કૉમ્પ્લેક્સ, માર્કેટિંગ યાર્ડ, સાપ્તાહિક ગુજરીબજાર, હાટ, હેરકટિંગ શૉપ, સ્પા-સલૂન, બ્યૂટિપાર્લર તથા અને વ્યાપારિક ગતિવિધિઓ  મુજબ ચાલુ રાખી શકાશે. જે-તે દુકાન-ઑફિસના માલિક, સંચાલક, કર્મચારીઓ માટે રસીના બે ડોઝ ફરજિયાત રહેશે.