Election/ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને AAP મેદાનમાં, દિલ્હીનાં નાયબ મુખ્યમંત્રી આજે આવશે સુરત

સ્થાનિક સ્વરાજની ચૂંટણી આ વખતે ખાસ રહેશે તેવી પૂરી સંભાવનાઓ દેખાઇ રહી છે

Gujarat
PICTURE 4 204 સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને AAP મેદાનમાં, દિલ્હીનાં નાયબ મુખ્યમંત્રી આજે આવશે સુરત
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ AAP મેદાનમાં
  • દિલ્હીના નાયબ મુખ્યમંત્રી આજે આવશે સુરત
  • મનીષ સિસોદિયા પત્રકાર પરિષદ સંબોધશે
  • મનીષ સિસોદિયા બે તબક્કામાં યોજશે રોડ શો
  • સવારે વરાછાના વિવિધ વિસ્તારમાં રોડ શો
  • બપોરે કતારગામના વિવિધ વિસ્તારમાં રોડ શો
  • આપ ઉમેદવારોને મત આપવા કરશે અપીલ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી આ વખતે ખાસ રહેશે તેવી પૂરી સંભાવનાઓ દેખાઇ રહી છે. જી હા, આ વખતે આ ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ પાર્ટી સિવાય AIMIM અને AAP મેદાને ઉતરી છે. આમ આદમી પાર્ટીએે આ વખતે પોતાના ઉમેદવારોને ચૂંટણી મેદાને ઉતારી કોંગ્રેસ અને ભાજપને પછાડવાની તૈયારી કરી લીધી છે.

આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં જ્યારે પોતાના ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે, ત્યારે દિલ્હીનાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા કેવી રીતેે પાછળ રહી શકે. આપને જણાવી દઇએ કે, દિલ્હીનાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોયદિયા આજે સુરત ખાતેે આવશે. જે દરમિયાન તેઓ રોડ શો યોજશે. તેઓ આજે પત્રકાર પરિષદને સંબોધશે. વધુમાં જણાવી દઇએ કે, મનીષ સિસોદિયા બે તબક્કામં રોડ શો યોજશે. તેઓ સવારે વરાછાનાં વિવિધ વિસ્તારોમાં રોડ શો યોજશે. જે બાદ તે બપોરે કતારગામનાં વિવિધ વિસ્તારોમાં રોડ શો યોજશે. તેઓ આ રોડ શો માં આમ આદમી પાર્ટીનાં ઉમેદવારોને મત આપવા અપીલ કરશે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ