Not Set/ કોરોનાવાયરસ/ મહેસાણા અને સાબરકાંઠામાં જોવા મળ્યા શંકાસ્પદ કેસ, એક નેગેટિવ

ચીનમાં કોરોના વાયરસનો કહેર હજુ પણ યથાવત્  જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસથી ચીનમાં અત્યાર સુધીમાં 425 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે અનેક લોકો આ વાયરસની ચપેટમાં છે. આવામાં ભારત સરકાર ચીનમાં રહેલા તેના નાગરિકોને ભારત પરત લાવી રહી છે. ચીનથી પરત ભારત આવેલા લોકોમાં કોરોના વાયરસના લક્ષણો જોવા મળી રહ્યા છે. ત્યારે  મહેસાણા અને […]

Top Stories Gujarat Others
CoronaVirus કોરોનાવાયરસ/ મહેસાણા અને સાબરકાંઠામાં જોવા મળ્યા શંકાસ્પદ કેસ, એક નેગેટિવ

ચીનમાં કોરોના વાયરસનો કહેર હજુ પણ યથાવત્  જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસથી ચીનમાં અત્યાર સુધીમાં 425 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે અનેક લોકો આ વાયરસની ચપેટમાં છે. આવામાં ભારત સરકાર ચીનમાં રહેલા તેના નાગરિકોને ભારત પરત લાવી રહી છે. ચીનથી પરત ભારત આવેલા લોકોમાં કોરોના વાયરસના લક્ષણો જોવા મળી રહ્યા છે. ત્યારે  મહેસાણા અને બનાસકાંઠાથી શંકાસ્પદના 3 કેસ સામે આવ્યા છે. જેમાંથી મહેસાણામાં એક અને બનાસકાંઠામાં બે સામે આવ્યા છે.

આપને જણાવી દઈએ કે ચીનથી પરત ફરેલ મહેસાણાની એક વિદ્યાર્થી સ્ક્રિનિંગ બાદ ઘરે ગયા પછી ખાંસી અને તાવની તકલીફ થતાં તેને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવી છે. હાલ આ વિદ્યાર્થીનો રિપોર્ટ તપાસ માટે મોકલવામાં અવય્હા છે.

વાત કરીએ બનાસકાંઠાના બે વિદ્યાર્થીઓની તો સ્થાનિક સ્ક્રિનિંગમાં શંકાસ્પદ જણાતા તેમને હાલ આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યાં છે. આ બે વિદ્યાર્થીઓની તપાસ કરવામાં એકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે જ્યારે અન્યનો રિપોર્ટ આવવાનો બાકી છે

મહત્વનું છે કે, સોમવારે ચીનથી ભારત આવેલા બનાસકાંઠાનાં 42 અને સાબરકાંઠા જિલ્લાનાં 5 વિદ્યાર્થીઓનું મેડિકલ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.