સૌરાષ્ટ્રમાં આેછા વરસાદના કારણે કેટલાક ગામોને અને જિલ્લાઆેને અછતગ્રસ્ત જાહેર કરાયા છે ત્યારે બીજી તરફ રાજકોટ સહિતના સૌરાષ્ટ્રભરમાં ખેડૂતોને પાક ધિરાણની રકમ ભરપાઈ કરવાની બેન્કો દ્વારા નોટિસ અપાતા ખેડૂતોમાં રોષ ભભુકી ઉઠયો છે. અછતમાં ફસાયેલા ખેડૂતો પાસેથી 2017ના સાલની બાકી ખેત ધિરાણની રકમ ભરપાઈ કરવા નોટિસ આપવાનું શરૂ થયું છે.
રાજ્યના અનેક જિલ્લાઆેને અછતગ્રસ્ત જાહેર કરાયા છે. સુરેન્દ્રનગર પંથકમાં સાત જિલ્લા અછતગ્રસ્ત જાહેર કર્યા હોવા છતાં આ જિલ્લાના તાલુકા મથકના ખેડૂતોને પાક ધિરાણની લોન ભરપાઈ કરવા નોટિસ શરૂ થઈ છે. એસબીઆઈ લીંબડી, ચોટીલા, વઢવાણ, ચુડા અને મુળી તાલુકાના ખેડૂતોને નોટિસ આપી 15 દિવસમાં પાક લોન ભરપાઈ કરવા નોટિસ મળી છે અને જો રકમ ભરપાઈ ન કરે તો કાનૂની કાર્યવાહી કરવા નોટિસમાં ઉલ્લેખ થતાં ખેડૂતોમાં ભારે રોષ ભભુકી ઉઠયો છે.
સરકારે ખેડૂતોને રાહત આપવાના બદલે રકમ વસુલવાની શરૂઆત કરતા ખેડૂતોએ આ મુદ્દે સરકારમાં ધા નાખવાની તૈયારી કરી છે.