Not Set/ હાર્દિક પટેલની સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા અટકાયત, સાથીઓની કરાઈ પુછપરછ

સુરત અગ્નિકાંડ મુદ્દે મેયરના રાજીનામાની માંગ સાથે ઘરણા કરવા જઈ રહેલા કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની કારને પોલીસે રોકી.અલ્પેશ કથીરિયાના ઘર તરફ જઈ રહેલા હાર્દિક પટેલ અને તેના સાથીઓની સરથાણા જકાત નાકા પાસે કાર રોકી હાર્દિક અને તેના સાથીઓની સુરત ક્રાઈમ બ્રાંચે અટકાયત કરી.પોલીસ દ્વારા હાલ હાર્દિક અને તેના સાથીઓની પુછપરછ કરવામાં આવી રહી છે. મહત્વનું […]

Top Stories Gujarat Surat
trgt 8 હાર્દિક પટેલની સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા અટકાયત, સાથીઓની કરાઈ પુછપરછ

સુરત અગ્નિકાંડ મુદ્દે મેયરના રાજીનામાની માંગ સાથે ઘરણા કરવા જઈ રહેલા કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની કારને પોલીસે રોકી.અલ્પેશ કથીરિયાના ઘર તરફ જઈ રહેલા હાર્દિક પટેલ અને તેના સાથીઓની સરથાણા જકાત નાકા પાસે કાર રોકી હાર્દિક અને તેના સાથીઓની સુરત ક્રાઈમ બ્રાંચે અટકાયત કરી.પોલીસ દ્વારા હાલ હાર્દિક અને તેના સાથીઓની પુછપરછ કરવામાં આવી રહી છે.

મહત્વનું છે કે હાર્દિક પટેલે સુરત અગ્નિકાંડ મુદ્દે ધરણા કરવા પરગાવનગી માંગી.પરવાનગી ન મળતા ખાનગી જગ્યાએ ઘરણા કરવા જઈ રહેલી કારને પોલીસે અટકાવી.

અહિયાં જાણો શું છે સમગ્ર ઘટના

આપને જણાવી દઈએ કે શુક્રવારે સુરતના તક્ષશીલા કોમ્પ્લેક્ષમાં આગ લાગી હતી. જ્યાં ચોથા માળે કોચિંગ ક્લાસ ચાલી રહ્યો હતો. આ આગ લગભગ બપોરના 4:30 ની આસપાસ લાગી હતી. તે સમયે કોચિંગમાં 40 બાળકો હતા. પ્રારંભિક તપાસમાં, આગનું કારણ શોર્ટ સર્કિટનું આવી રહ્યું હતું. પછીથી, આગ બેનરમાં લાગી અને બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ અને આગે વિકરાળ રૂપ લઇ લીધું. આ ઘટનામાં 23 લોકોના મોત થયા છે.