Not Set/ ICC World Cup : વિશ્વ કપમાં પ્રથમવાર આ નવા નિયમો લાગુ કરાશે, અંપાયરની રહેશે નજર

ક્રિકેટ વિશ્વ કપની 12 મી સીઝન ઇંગ્લેંડ-વેલ્સમાં 30 મી મેં થી શરૂ થશે. આ વખતે, જ્યાં ફક્ત 10 ટીમ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે, ત્યારે નવા નિયમો પણ અમલમાં મુકવામાં આવશે. દુનિયાભરનાં લોકો જે આતુરતાથી ક્રિકેટનાં મહાજંગની રાહ જોઇ રહ્યા છે તે હવે 2 દિવસ બાદ શરૂ થવા જઇ રહ્યો છે. આ વખતે ICC એ […]

Top Stories Sports
world cup 2019 ICC World Cup : વિશ્વ કપમાં પ્રથમવાર આ નવા નિયમો લાગુ કરાશે, અંપાયરની રહેશે નજર

ક્રિકેટ વિશ્વ કપની 12 મી સીઝન ઇંગ્લેંડ-વેલ્સમાં 30 મી મેં થી શરૂ થશે. આ વખતે, જ્યાં ફક્ત 10 ટીમ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે, ત્યારે નવા નિયમો પણ અમલમાં મુકવામાં આવશે.

દુનિયાભરનાં લોકો જે આતુરતાથી ક્રિકેટનાં મહાજંગની રાહ જોઇ રહ્યા છે તે હવે 2 દિવસ બાદ શરૂ થવા જઇ રહ્યો છે. આ વખતે ICC એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 7 નવા નિયમો અમલમાં મૂક્યા છે. જે નિયમો 2019 વિશ્વ કપમાં લાગુ પડશે. જો કે આ નિયમો વન ડે ક્રિકેટમાં પહેલાથી જ લાગુ કરવામાં આવ્યા છે. આ નિયમો વિશ્વ કપ જેવા મુખ્ય ટુર્નામેન્ટમાં પ્રથમ વખત લાગુ થશે. કયા નિયમો છે જે આ વખતે વિશ્વ કપમાં લાગુ કરાશે.

ગેરવર્તણૂક કરવા પર અંપાયર મોકલી શકે છે મેદાન બહાર

umpire545 ICC World Cup : વિશ્વ કપમાં પ્રથમવાર આ નવા નિયમો લાગુ કરાશે, અંપાયરની રહેશે નજર

જ્યારે મેદાનમાં રમી રહેલા ખેલાડીઓ દ્વારા કોઇ ગેરવર્તણૂક કરવામાં આવશે, જે અંપાયરનાં ધ્યાનમાં આવશે ત્યારે તે ખેલાડીને ICC કોડ ઓફ કંડક્ટની લેવલ 4 ની કલમ 1.3 મુજબ દોષી માનતા તે ખેલાડીને તુરંત મેદાન બહાર મોકલી શકે છે.

અંપાયર કોલ પર રિવ્યૂ ખરાબ નહી થાય

36d0478c1bf363928016d604259b0d04 ICC World Cup : વિશ્વ કપમાં પ્રથમવાર આ નવા નિયમો લાગુ કરાશે, અંપાયરની રહેશે નજર

જો બેટ્સમેન અથવા ફીલ્ડિંગ ટીમ ડીઆરએસ લે છે અને અંપાયર્સનો નિર્ણય એમ્મ્પાયર્સ કોલને કારણે રહે છે, ત્યારે ટીમનો રિવ્યૂ ખરાબ થશે નહી.

હેલ્મેટથી આઉટ પણ હેંડલ ધ બોલ નોટઆઉટ

Munsey 488163418 6 ICC World Cup : વિશ્વ કપમાં પ્રથમવાર આ નવા નિયમો લાગુ કરાશે, અંપાયરની રહેશે નજર

જ્યારે બેટ્સમેન પુલ શોટ મારે તે દરમિયાન ફિલ્ડરનાં હેલ્મેટને લાગીને તે બોલ ઉછળે છે અને તે કોઇ ફિલ્ડર દ્વારા કેચ પકડવામાં આવે છે, ત્યારે બેટ્સમેન આઉટ ગણાશે. પરંતુ હેંડલ ધ બોલની સ્થિતિમાં બેટ્સમેનને નોટઆઉટ આપવામાં આવશે.

બોલ બે વખત બાંઉસ થઇ બેટ્સમેન સુધી પહોચતા નો બોલ ગણાશે

umpire 1553853433 ICC World Cup : વિશ્વ કપમાં પ્રથમવાર આ નવા નિયમો લાગુ કરાશે, અંપાયરની રહેશે નજર

જ્યારે બોલર બોલ ફેંકી રહ્યો હોય અને તે બોલ બેટ્સમેનન પાસે બે બાઉન્સ સાથે પહોંચે છે, ત્યારે તે બોલ નો બોલ ગણાશે. આ પહેલાં નો બોલ આપવા માટેનો કોઇ નિયમ નહતો

બેટની લંબાઇ અને પહોળાઇ નક્કી કરેલ હોય તેનાથી વધુ નહી

cricket wallpapers 017 ICC World Cup : વિશ્વ કપમાં પ્રથમવાર આ નવા નિયમો લાગુ કરાશે, અંપાયરની રહેશે નજર

બોલ અને બેટનો એક સરખો મુકાબલો રહે તે માટે બેટનો આકાર નિશ્ચિત કરવામાં આવ્યો છે. બેટની પહોળાઇ 108 MM, મોટાઇ 67 MM અને ખૂણાનો ભાગ 40 MMથી વધુ ન હોવો જોઇએ. શંકાનાં કેસમાં અંપાયર બેટને માપી શકે છે.

ઓન ધ લાઇન હોવા પર પણ રનઆઉટ ગણાશે

10637576 3x2 ICC World Cup : વિશ્વ કપમાં પ્રથમવાર આ નવા નિયમો લાગુ કરાશે, અંપાયરની રહેશે નજર

પહેલા રન આઉટ, સ્ટંપિંગનાં કેસમાં બેટ લાઇન પર હોવા પર બેટ્સમેનને નોટ આઉટ આપવામાં આવતો હતો પરંતુ હવે ઓન ધ લાઇન બેટ હશે ત્યારે આઉટ ગણાશે. જ્યારે બેટ અથવા બેટ્સમેનનો પગ ક્રિજની અંદર હવામાં પણ હશે ત્યારે બેટ્સમેનને નોટ આઉટ આપવામાં આવશે.

બાય અને લેગ બાયનાં રન અલગથી જોડાશે

leg bye 1450093240 800 ICC World Cup : વિશ્વ કપમાં પ્રથમવાર આ નવા નિયમો લાગુ કરાશે, અંપાયરની રહેશે નજર

અગાઉ, જ્યારે કોઈ બોલર નોબોલ ફેંકતો હતો ત્યારે બાય અથવા લેગ બાય દ્વારા બનાવેલા રનને નોબોલમાં ઉમેરવામાં આવતા હતા પરંતુ હવે તે નહીં થાય. નો બોલનાં રન અલગથી રહેશે અને બાય-લેગ બાયનાં રન અલગથી ઉમેરવામાં આવશે.