Video/ રાજકોટમાં યુવકે રોફ જમાવવા કર્યું હવામાં ફાયરિંગ, વીડિયો થયો વાયરલ

રાજકોટ કાલાવડ રોડ પર આવેલી મોટલ ધ વિલેજ પાસે ઊભા રહી એક શખસ જાણે કાયદાનો સરેઆમ ધજાગરા ઉડાવતો હોય તેમ હવામાં બંદૂકથી ભડાકા કરતો વીડિયો ફરતો થયો છે.

Gujarat Rajkot
હવામાં ફાયરિંગ
  • રાજકોટઃ યુવકે કર્યું હવામાં ફાયરિંગ
  • હવામાં ફાયરિંગ કરતો વીડિયો વાયરલ
  • કાલાવડ રોડ પર મોટલ ધ વિલેજ પાસે ફાયરિંગ

ગુજરતમાં એક પછી એક હવામાં ફાયરિંગની ઘટનાઓ સામે આવૈ રહી છે. ગઇકાલે અંક્લેશ્વ બાદ હવે રાજકોટમાં યુવકે હવામાં ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. હવામાં ફાયરિંગ કરતો યુવકનો વીડિયો વાયરલ થયો છે. કાલાવડ રોડ પર મોટલ ધ વિલેજ પાસે યુવકે હવામાં ફાયરિંગ કર્યુ હતુ. પોલીસે યુવકની શોધખોળ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર રાજકોટ કાલાવડ રોડ પર આવેલી મોટલ ધ વિલેજ પાસે ઊભા રહી એક શખસ જાણે કાયદાનો સરેઆમ ધજાગરા ઉડાવતો હોય તેમ હવામાં બંદૂકથી ભડાકા કરતો વીડિયો ફરતો થયો છે. હવામાં ફાયરિંગ કરનાર શખસનું નામ રમેશ ખીમણિયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના સામે આવતા જ પોલીસ હરકતમાં આવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વીડિયો ફરતો થતાં જ લોકોમાં ચર્ચાતું હતું કે ભાજપ આગેવાનનો ભત્રીજો રમેશ ખિમાણિયા મેટોડા વિસ્તારમાં હથિયાર સાથે આંટાફેરા કરીને વેપારીઓ અને ઉદ્યોગપતિઓને હેરાન કરતો રહે છે, માથાભારે શખસ ત્રાસ આપતો હોવા છતાં તેની સામે અવાજ ઉઠાવવાની કોઇ હિંમત કરી શકતું નહોતું, હવામાં ફાયરિંગ કરી રોફ જમાવનાર રમેશ ખિમાણિયાની જાહેરમાં સરભરા કરી પોલીસ તેને કાયદાનું ભાન કરાવે તેવી લોકોમાં માગ ઊઠી હતી.

આપને જણાવી દઈએ કે, આ પહેલા અકલેશ્વરના પાનોલીમાં યોજાયેલ લોક ડાયરાના કાર્યક્રમમાં એક યુવક દ્વારા હવામાં ફાયરિંગયરિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોના આધારે પોલીસ પણ સતર્ક થઈ હતી. જેમાં પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો :સુરત બાદ હવે વેરાવળમાં પણ યુવકે યુવતી પર ઝીંક્યા છરીના ઘા, સાથે લાવ્યો હતો એસિડ 

આ પણ વાંચો :રાજકોટમાં પ્લે હાઉસમાં ભણતી બાળકીને લિફ્ટમાં માનસિક વિકૃત યુવાને માર્યો માર

આ પણ વાંચો :વૈષ્ણોદેવી નજીક દીવાલ ધરાશાયી થતા બેથી ત્રણ ગાડીઓ ખાડામાં પડી

આ પણ વાંચો :દિયર-ભાભીએ ટ્રેન નીચે પડતું મૂકીને ટુંકાવ્યું જીવન, પતિ બોલ્યો મારો નાનો દીકરો છે…

આ પણ વાંચો :સાબરમતીમાં ઠલવતા ગંદા પાણી અંગે હાઇકોર્ટે કાઢેલી ઝાટકણી