- વેરાવળમાં પ્રેમ પ્રકરમમાં યુવતી પર હુમલો
- પોલીસે આરોપી યુવકને ઝડપી પાડ્યો
- યશ કારીયા નામના પ્રેમી યુવકનું કૃત્ય
- યુવતી સાથે અણબનાવ ઉશ્કેરાટમાં કર્યો હુમલો
- ઇજાગ્રસ્ત યુવતીની તબિયત સ્થિર
- પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
રાજ્યમાં યુવતી પર હુમલાની વધુ એક ઘટના ગીર સોમનાથમા સામે આવી છે. વેરાવળમાં પ્રેમ પ્રકરણમાં યુવતી પર હુમલો થયો છે.યશ કારીયા નામના પ્રેમી યુવકે યુવતી સાથે અણબનાવમાં ઉશ્કેરાટમાં આવી હુમલો કર્યો હતો.જેથી યુવતી ઇજાગ્રસ્ત થઇ હતી જેની હાલત હવે સ્થિર છે.જો કે, પોલીસે આરોપી યુવકને ઝડપી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, વેરાવળના પોશ ગણાતા ટાગોર સોસાયટીમાં આવેલા મકાનમાં આ ઘટના બની હતી. ઘરમાં યુવતી એકલી હતી ત્યારે જ અજાણ્યા શખ્સે ઘરમાં ઘૂસી યુવતી પર છરી વડે હુમલો કર્યો હતો. યુવતીએ બચવા માટે બૂમો પાડતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા. લોકોએ લોહી લુહાણ હાલતમાં યુવતીને સારવાર માટે ખસેડી હતી. જ્યાં તાત્ક્લીક સારવાર અને ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસને પરિવારે જાણ કરતા તાત્કાલિક હોસ્પિટલે દોડી જઇ બનાવ વિશે જાણી અજાણ્યા યુવાનને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.પરિવારજનો આ બનાવથી સ્તબ્ધ થઈ ગયા હતા.
પરિવારના જણાવ્યા અનુસાર આ યુવાન એસિડની બોટલ પણ સાથે લાવ્યો હતો જે સોફ પર પડી હોવાનું જણાવ્યું હતું. તેજસ્વીની એમ કોમનો અભ્યાસ કરે છે. બનાવનું સાચું કારણ તો હુમલો કરનાર યુવાન પકડાયા બાદ જ ખબર પડશે. બનાવની જાણ થતા ખાનગી હોસ્પિટલે બ્રહ્મ સમાજના આગેવાનો તેમજ ધારાસભ્ય વિમલભાઈ, દિનેશભાઇ રાયઠઠ્ઠા, દેવેન્દ્ર ઓઝા સહિતના દોડી ગયા હતા. પોલીસે ગંભીરતા સમજી તાત્કાલિક પગલાં ભરી આરોપી યશ કારીયા શહેરના સાંઈબાબા મંદિર પાસેથી સંકજામા આવી ગયાનુ જાણવા મળી રહ્યુ છે. આ બનાવ અંગે પીએસઆઈ મુછાળે જણાવ્યુ હતુ કે પ્રાથમિક તપાસમાં ઈન્સ્ટાગ્રામ પ્રેમ પ્રકરણ હોવાનું મનાય છે.
ઘટનાની જાણ થતા વેરાવળ પોલીસની ટીમ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી. પોલીસે અજાણ્યા હુમલાખોરની શોધખોળ શરૂ કરી છે. ઘટનાના પગલે ટાગોર સોસાયટીમાં લોકોના ટોળાં એકઠા થયા હતા.
જો કે, યુવક દ્વારા કરવામાં આવેલાં જીવલેણ હુમલામાં યુવતી લોહીલુહાણ થઈ ગઈ હતી. અને ઘરમાં સોફાની પાસે ફ્લોર પર તેમજ દિવાલો પર લોહીના ડાઘા જોવા મળતા હતા. યુવતીને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી છે. પોલીસે પણ આ મામલે તપાસના ચક્રો ગતિમાન કરી દીધા છે. અને અજાણ્યો હુમલાખોર કોણ હતો તેને શોધવા માટેના પ્રયાસો હાથ ધર્યાં છે.
આ પણ વાંચો :રાજકોટમાં પ્લે હાઉસમાં ભણતી બાળકીને લિફ્ટમાં માનસિક વિકૃત યુવાને માર્યો માર
આ પણ વાંચો :દિયર-ભાભીએ ટ્રેન નીચે પડતું મૂકીને ટુંકાવ્યું જીવન, પતિ બોલ્યો મારો નાનો દીકરો છે…
આ પણ વાંચો : વૈષ્ણોદેવી નજીક દીવાલ ધરાશાયી થતા બેથી ત્રણ ગાડીઓ ખાડામાં પડી
આ પણ વાંચો :અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના ચુકાદા અંગેનું કાર્ટૂન કોઈ ધર્મ વિરુદ્ધ નથીઃ ભાજપ
આ પણ વાંચો :મહેમદાવાદના તત્કાલીન મહિલા મામલતદારને 4 વર્ષની સજા,લાંચ સ્વીકારી નહી પરતું વોઇસ રેકોર્ડિંગના આધારે ફસાયા
