- રાજકોટમાં મરી પડી માનવતા
- સુંદરમ્ સિટીમાં બની ઘટના
- પ્લે હાઉસમાં ભણતી બાળકીને માર્યો માર
- માસૂમ બાળકીને લીફ્ટમાં માર્યો માર
- પાણીની બોટલ મારતા બાળકીને પહોંચી ઈજા
રાજકોટમાં માનવતાને શર્મસાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે. સામે આવેલા વીડિયોમાં ચાર વર્ષની બાળકીને માનસિક રીતે વિકૃત પાડોશી શખ્સ સ્ટીલની બોટલ ફટકારીને મારપીટ કરી રહ્યો છે. માસૂમ બાળકીના પગ પર પોતાનો પગ મૂકીને તેને ધમકાવી પણ રહ્યો છે. રાજકોટની માધાપર ચોકડી પાસેના સુંદરમ સિટી એપાર્ટમેન્ટમાં રહેતા મહિલા આ મામલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. મહિલાએ પોલીસ સમક્ષ સીસીટીવી ફૂટેજ રજૂ કર્યા હતા. ફૂટેજ જોઈ પોલીસ અધિકારી પણ સમસમી ગયા હતા.
એપાર્ટમેન્ટની લિફ્ટમાં ચાર વર્ષની બાળકીને આ જ એપાર્ટમેન્ટમાં આઠમા માળે રહેતા રવિ સોની નામના શખ્સે નિર્દયતાપૂર્વક માર માર્યો હતો. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ફરિયાદી મહિલા પ્રમાણે, તેની પુત્રી અને પાડોશી રવિનો પુત્ર રેલનગરની સ્કૂલમાં સાથે અભ્યાસ કરે છે, ક્યારેક પોતે તો ક્યારેક રવિ બંનેના બાળકોને શાળાએ તેડી મૂકી આવે છે, શનિવારે રવિ પોતાના પુત્ર તથા પાડોશની પુત્રીને લઇને આવ્યો હતો, લિફ્ટમાંથી બહાર નીકળી બાળકી પોતાના ઘરે પહોંચી તો તે રડતી હતી. તેના રડવા અંગે પૂછતાં રવિએ કહ્યું હતું કે બાળકોએ શાળાએ ઝઘડો કર્યો હોવાથી તે રડે છે, પરંતુ રવિ જતો રહ્યો હતો. ત્યારબાદ બાળકીએ કહ્યું હતું કે, રવિએ તેને માર્યું હતું,
અગાઉ પણ ચારેક વખત બાળકી સાથે આવી ઘટના બની હોવાથી મહિલાએ એપાર્ટમેન્ટની લિફ્ટના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં જ લિફ્ટમાં રવિ જ્યારે બાળકી તથા તેના પુત્રને લઇને પ્રવેશે છે, તે સાથે જ રવિએ બાળકીના પગ પર પોતાનો પગ મૂકીને તેને ધમકાવી હતી, ત્યારબાદ રવિએ પોતાના હાથમાં રહેલી સ્ટીલની વોટર બોટલ બાળકીના ગાલ પર ફટકારી હતી. રવિ સોની માનસિક વિકૃતિમાં આવું કૃત્ય આચર્યાનું પોલીસે કહ્યું હતું. પોલીસે રવિને ઉઠાવી લઇ તેની આગવીઢબે સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.
આ પણ વાંચો :દિયર-ભાભીએ ટ્રેન નીચે પડતું મૂકીને ટુંકાવ્યું જીવન, પતિ બોલ્યો મારો નાનો દીકરો છે…
આ પણ વાંચો :વાગડોદ નજીક ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત, પુત્ર-પુત્રી અને માતાનું કમકમાટી ભર્યું મોત
આ પણ વાંચો : LRD ભરતીનું શારીરિક કસોટીનું પરિણામ જાહેર, જાણો કયા જોઈ શકાશે?
આ પણ વાંચો : હિન્દુ ધર્મ વિશે વિવાદિત પોસ્ટ કરનાર શખ્સની કરવામાં આવી ધરપકડ ,જાણો વિગત
