ધધુકામાં કિશન ભરવાડની હત્યા અને બ્લાસ્ટના ચૂકાદા બાદ શહેરની પોલીસ સોશિયલ મીડિયા પર બાજ નજર રાખી રહી છે. તેવામાં જુહાપુરા વિસ્તારના એક યુવકે ફેસબુક પર ધાર્મીક લાગણી દુભાય તેવી વિવાદિત પોસ્ટ મુકી હતી. આ પોસ્ટને ધ્યાનમાંરાખી પોલીસે તેની સામે કાયદેેસરની કાર્યવાહી કરી છે
આવા અસમાજિત તત્વોને લીધે ધાર્મિક લાગણી દુભાય અને મામલો વધુ પેચીદો બને અને મોટું સ્વરૂપ ધારણ કરી લે છે,સોશિયલ મીડિયા પર પોલીસની બાજ નજર છે, કોઇપણ ધર્મની લાગણીને દુભાવતી પોસ્ટ કરશે તેની સામે પાેલીસ કાયદેસરની કાર્યવાહી કરશે.પોલીસે વિવાદિત પોસ્ટ કરનારાઓ સામે લાલ આંખ કરી છે
આ પોસ્ટ બે કોમ વચ્ચે વયમનસ્ય ફેલાય તેવી હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતુ. આ અંગે વેજલપુર પીઆઇ એચ જી પલ્લાચાર્યએ જણાવ્યુ હતુ કે, સોશિયલ મિડીયાના સર્વેલન્સ દરમિયાન એક શખસે ફેસબુક પર એક પોસ્ટ મુકી હતી જે બે કોમ વચ્ચે વયમનસ્ય ફેલાય તેવી હોવાથી આ અંગે ગુનો નોધ્યો હતો. પોસ્ટ કરનાર અસરફ લાંઘાની ધરપકડ કરવામાં આવી છે. અસરફ પાસે કોઇ પોસ્ટ આવી હતી તે તેણે ફેસબુક પર ડાઉનલોડ કરી હતી. અસરફ ડ્રાઇવરનુ કામ કરે છે
