ગુજરાત રાજ્યમાં સૌથી મોટી સમસ્યા રોડ ઉપર પડેલા મોટા યમદૂત જેવા ખાડા છે. દરેક શહેર હોય કે નાનું ગામ દરેક જગ્યાએ રોડ પર થી ડામર ગાયબ હોય અથવા મોટા ગાબડા પડી ગયેલા જોવા મળી રહ્યા છે. અને છેલ્લા કેટલાક વર્ષોથી દરેક નાગરિક આ સમસ્યાથી પીડાઈ રહ્યો છે. અનેક લોકો રોડ ઉપરના ગાબડાને કારણે પોતાનો જીવ પણ ગુમાવી ચુક્યા છે. મોટા ભાગના વાહનચાલકો ખાડા અને ખરાબ રોડ ઉપર વાહન ચલાવવાના કારણે કમરના દુખાવાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે.
ત્યારે ગુજરાત રાજ્યમાં નો રીપીટ થીયરી અનુસાર અસ્તિત્વમાં આવેલી નવી સરકારના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પુર્ણેશ મોદી દ્વારા એક નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. માર્ગ અને મકાન વિભાગે રોડ ઉપર પડેલા ખાડાઓ માટે એક વોટ્સ એપ નંબર જાહેર કર્યો છે. અને જણાવ્યું છે કે જ્યાં પણ ખાડા હોય તેનો ફોટો પાડી જગ્યાનું નામ અને સરનામું મોકલી આપવા જણાવ્યું હતું.
મંત્રી પુર્ણેશ મોદીના આ અભિગમ ને બહોળો પ્રતિસાદ મળ્યો છે. રોડ પરના ખાડાને લાઈને 12 કલાકમાં 7000 ફરિયાદ મળી છે. સ્ટેટ હાઇવે, પંચાયત હસ્તકના, અન્ય રસ્તાઓને લઈને ફરિયાદ મળી છે. ગઈ કાલે માર્ગ અને મકાન વિભાગે ફરિયાદ માટે વોટ્સ અપ નંબર જાહેર કર્યો હતો. ફરિયાદ આધારે વિભાગે કામગીરી શરૂ કરવામાં આવશે. તમામ ફરિયાદ જે તે જવાબદાર અધિકારીઓ ને મોકલવામાં આવી છે. રોડ કી. મી પ્રમાણે અધિકારીઓને જવાબદારી સોંપવાની વિભાગની વિચારણા કરવામાં આવી છે. રોડના ખાડા પુરવા માટે 1 ઓક્ટોબર થી 10 ઓક્ટોબર મહાઅભિયાન શરુ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોથી ચોમાસા બાદ નાના મોટા દરેક રોડ અને રસ્તાની હાલત અત્યંત દયનીય બની જતી હોય છે. ભાજપના કેટલાક મંત્રી પણ આ બાબતે ફરિયાદ કરી ચુક્યા છે. રોડ પર ખાડા છે કે ખાડામાં રોડ તે સમજવું જ્મુશ્કેલ બની જાય છે. તો સોશિયલ મીડિયામાં પણ ખાડેગયેલા રોડ અને રસ્તા બાબતે લોકો વિવિધ મીમ્સ બનાવી વિવિધ કોમેન્ટ કરતા જોવા મળે છે. જો કે આ બધામાં ધ્યાન ખેચવા જેવી એક બાબત એ છે કે ભલે આખા ગુજરાતના રોડ ખાડે જાય પરંતુ ગાંધી નગરના નાનામાં નાના રો પણ એકદમ વ્યવસ્થિત અને ખાડા વગરના જોવા મળે છે.
ઉરી / સુરક્ષા દળોએ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 3 આતંકવાદીઓને ઠાર કર્યા, પાંચ એકે 47 અને 70 હેન્ડ ગ્રેનેડ જપ્ત
ભક્તોની લાગણી જીતી / પાવાગઢના ટ્રસ્ટીપદેથી બળાત્કારના આરોપમાં સંડોવાયેલા રાજુ ભટ્ટની હકાલપટ્ટી
