Dwarka News/ દ્વારકામાં નેશનલ હાઈવે પર દબાણો સામે તંત્રનો સપાટો, 200 નોટિસ બાદ બરડિયાથી હાથીગેટ સુધી કાર્યવાહી શરૂ

Encroachment Drive: દેવભૂમિ દ્વારકામાં નેશનલ હાઈવે પરના 200 દબાણધારકોને નોટિસ બાદ બરડિયાથી હાથીગેટ સુધી દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ, પોલીસ-રેવન્યુ ટીમ તૈનાત.

Top Stories Gujarat
Encroachment Drive: 200 દબાણધારકો સામે કાર્યવાહી

Dwarka News: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નેશનલ હાઈવે (Dwarka National Highway) પર થયેલા બિનઅધિકૃત દબાણો સામે તંત્રે કડક કાર્યવાહી (Encroachment Drive) શરૂ કરી છે. અગાઉ નોટિસ આપવામાં આવેલા દબાણધારકોને આપવામાં આવેલી સમયમર્યાદા પૂર્ણ થતાં બુધવાર સવારે 8 વાગ્યાથી બરડિયાથી હાથીગેટ સુધી દબાણ દૂર (Encroachment Drive) કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. નેશનલ હાઈવે ઓથોરિટીના મુખ્ય અધિકારી અબ્દુલ્લા ખાનના માર્ગદર્શન હેઠળ ઇજનેર વત્સલ પટેલની દેખરેખમાં આ વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

Encroachment Drive: પોલીસ-રેવન્યુની હાજરીમાં દબાણ દૂર કરવાની કામગીરી

Encroachment Drive: 200 દબાણધારકો સામે કાર્યવાહી

પોલીસ અને રેવન્યુ વિભાગની ટીમની હાજરીમાં ચાલી રહેલી કાર્યવાહીમાં અત્યાર સુધી ચાર બિનઅધિકૃત દબાણો દૂર કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા હાઈવેની હદમાં બનાવાયેલા ગેરકાયદેસર પ્રવેશ માર્ગો, ડિવાઈડરમાં કરાયેલા અનધિકૃત ગેપ તેમજ વાહનવ્યવહારને અવરોધતા અન્ય દબાણોને પણ દૂર (NHAI Encroachment Removal) કરવામાં આવી રહ્યા છે.

200 દબાણધારકોને અગાઉ અપાઈ હતી નોટિસ

નેશનલ હાઈવે ઓથોરિટીએ દ્વારકાથી હર્ષદ સુધીના વિસ્તારમાં અંદાજે 150 અને કુરંગાથી ખંભાળિયા સુધીના વિસ્તારમાં આશરે 50 દબાણધારકોને અગાઉ નોટિસ પાઠવી હતી. નોટિસની સમયમર્યાદા પૂર્ણ થતાં હવે સ્થળ પર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેના કારણે દબાણધારકોમાં હલચલ જોવા મળી રહી છે.

હાઈવેને અવરોધમુક્ત બનાવવા ઝુંબેશ ચાલુ રહેશે

તંત્રના જણાવ્યા મુજબ બરડિયાથી હાથીગેટ સુધીની કામગીરી પૂર્ણ થયા બાદ હાથીગેટથી કુરંગા તરફના વિસ્તારમાં પણ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે. નેશનલ હાઈવેને સંપૂર્ણપણે અવરોધમુક્ત બનાવી વાહનવ્યવહારને વધુ સુરક્ષિત અને સરળ બનાવવા માટે આ અભિયાન આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.


આ પણ વાંચો: રાજકોટના સુપેડી ગામે દબાણ હટાવવાની કાર્યવાહી, 20 દુકાનો પર JCB ફરી વળતાં વેપારીઓમાં રોષ

આ પણ વાંચો: કીર્તિ પટેલના Instagram એકાઉન્ટ પર ભારતમાં પ્રતિબંધ, 1.3 મિલિયન ફોલોઅર્સ ધરાવતી ઇન્ફ્લ્યુએન્સર સામે કાર્યવાહી

આ પણ વાંચો: ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસને બૂસ્ટ! રૂ.2,999 કરોડના રોકાણને મંજૂરી, હજારો નવી નોકરીઓ સર્જાશે