મહિલા વોલીબોલ ટીમની ભૂતપૂર્વ કેપ્ટન અને સુપ્રસિદ્ધ દોડવીર મિલ્ખા સિંહની પત્ની નિર્મલ કૌરનું મોહાલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તેઓ કોરોના થી સંક્રમિત હતા. તેમના મૃત્યુ પર, પરિવાર વતી કહેવામાં આવ્યું, “કોવિડ સામે બહાદુરીથી લડતાં નિર્મલ મિલ્ખા સિંઘનું નિધન થયું છે.
આપને જણાવી દઈએ કે પાછલા સમયમાં મિલ્ખા સિંહ અને તેની પત્ની બંનેને કોરોના ચેપ લાગવાના સમાચાર બહાર આવ્યા હતા. 5 જૂને જાહેર કરેલા હેલ્થ અપડેટમાં એવું કહેવામાં આવ્યું હતું કે મિલ્ખા સિંહની હાલત સ્થિર છે, પરંતુ તેમની પત્ની નિર્મલ મિલ્ખા સિંહની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું હતું. તેમને લગભગ ત્રણ અઠવાડિયા પહેલા કોરોનાનો ચેપ લાગ્યો હતો.
મિલ્ખા સિંહની હાલત સ્થિર છે
રવિવારે રાત્રે, ચંદીગઢના પીજીઆઈએમઇઆરના ડાયરેક્ટર જગત રામે મિલ્ખા સિંહની તબિયત વિશે માહિતી આપી હતી. “મિલ્ખા સિંહના ઓક્સિજન લેવલમાં સુધારો થયો છે. તેમની હાલત સ્થિર છે.” આપને જણાવી દઈએ કે કોરોના ચેપગ્રસ્ત મિલ્ખા સિંઘને જૂન મહિનામાં ચંડીગઢ પીજીઆઈએમઆરમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આપણે જણાવી દઈએ કે મિલ્ખા સિંહને મોહાલીની ખાનગી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ પછી તે પણ ઘરમાં ઓક્સિજન પર હતા. 20 મેના રોજ મિલ્ખા સિંહનો કોરોના રીપોટ પોઝીટીવ આવ્યો હતો. અને 31 મેના રોજ તેમનો ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને હોસ્પિટલમાંથી ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. જોકે બાદમાં મિલ્ખા સિંહને શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે ચંદીગઢ ની પીજીઆઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
