Rajkot News/ રાજકોટમાં બોગસ એડમિશન વિવાદ: ન્યૂ ફ્લોરા અને અંબિકા વિદ્યાલયના સંચાલકોનું DEO સમક્ષ હિયરિંગ, નિયમભંગની તપાસ તેજ

રાજકોટમાં બોગસ એડમિશન (Bogus Admission) અને નિયમભંગના આક્ષેપો વચ્ચે ન્યૂ ફ્લોરા તથા અંબિકા વિદ્યાલયના સંચાલકોનું DEO સમક્ષ હિયરિંગ, તપાસ બાદ કાર્યવાહી શક્ય.

Top Stories Gujarat Rajkot Breaking News
Rajkot Bogus Admission: સ્કૂલ નિયમભંગ મામલે કડક કાર્યવાહી તરફ શિક્ષણ વિભાગ

Rajkot News: રાજકોટ શહેરમાં ખાનગી શાળાઓમાં બોગસ એડમિશન (Rajkot Bogus Admission) અને નિયમોના ભંગને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે. પેડક રોડ પર આવેલી ન્યૂ ફ્લોરા સ્કૂલ અને 80 ફૂટ રોડ પર આવેલી અંબિકા વિદ્યાલય સામે ગંભીર આક્ષેપો થયા બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. બંને શાળાના સંચાલકોને 28 જુલાઈએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી (DEO) સમક્ષ હિયરિંગ માટે બોલાવવામાં આવ્યા છે. હિયરિંગ બાદ નિયમોનું ઉલ્લંઘન સાબિત થશે તો દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી શકે છે.

Rajkot Bogus Admission: અંબિકા વિદ્યાલય અને ન્યૂ ફ્લોરા વિવાદમાં

કોંગ્રેસના સ્થાનિક આગેવાનો દ્વારા કરાયેલા આક્ષેપ મુજબ, ન્યૂ ફ્લોરા સ્કૂલે શિક્ષણ વિભાગની પૂર્વ મંજૂરી વિના સ્થળ ફેરફાર કરીને નવી જગ્યાએ શાળા શરૂ કરી છે. આ ઉપરાંત 80 ફૂટ રોડ પર આવેલી અંબિકા વિદ્યાલયના પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓને યુનિવર્સિટી રોડ પર આવેલી અન્ય શાળામાં ભણાવવામાં આવતા હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે શિક્ષણ વિભાગે તપાસ શરૂ કરી છે.

ન્યૂ ફ્લોરા સ્કૂલ અંગે એવો પણ આક્ષેપ છે કે છેલ્લા બે વર્ષથી સાડીના કારખાનાની જગ્યા પર પતરાના શેડમાં શાળા ચલાવવામાં આવી રહી છે. અહીં અંદાજે 450 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ફાયર સેફ્ટી સંબંધિત જરૂરી મંજૂરી (Fire NOC) અને બિલ્ડિંગ સંબંધિત નિયમોને લઈને પણ પ્રશ્નો ઉઠ્યા છે. ફરિયાદ બાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગે સ્કૂલને નોટિસ પાઠવી જરૂરી દસ્તાવેજો રજૂ કરવા જણાવ્યું છે.

Rajkot Bogus Admission
Rajkot Bogus Admission

ફરિયાદમાં એ પણ જણાવાયું છે કે શાળામાં પ્રવેશ અને બહાર નીકળવાનો માત્ર એક જ રસ્તો છે, જે અગ્નિ સુરક્ષા નિયમો મુજબ યોગ્ય માનવામાં આવતો નથી. આવી સ્થિતિમાં કોઈ દુર્ઘટના સર્જાય તો વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

બીજી તરફ અંબિકા વિદ્યાલયને લઈને વિદ્યાર્થીઓના લિવિંગ સર્ટિફિકેટમાં દર્શાવાયેલા સરનામા અને UDISEના રેકોર્ડમાં નોંધાયેલા સરનામા વચ્ચે વિસંગતતા હોવાનો મુદ્દો પણ સામે આવ્યો છે. આક્ષેપ છે કે પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓને માન્ય સરનામા સિવાય અન્ય સ્થળે અભ્યાસ કરાવવામાં આવી રહ્યો હતો.

જોકે અંબિકા વિદ્યાલયના સંચાલકે આક્ષેપોને નકારી કાઢતાં જણાવ્યું છે કે વિદ્યાર્થીઓ માન્યતા પ્રાપ્ત કેમ્પસમાં જ અભ્યાસ કરે છે. તેમના જણાવ્યા મુજબ લિવિંગ સર્ટિફિકેટમાં સરનામાની ભૂલ થઈ હતી, જે ભવિષ્યમાં ફરી નહીં થાય.

હાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે. બંને સંચાલકોનું હિયરિંગ પૂર્ણ થયા બાદ નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનું સામે આવશે તો શિક્ષણ વિભાગ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


આ પણ વાંચો:RTE હેઠળ 100 વિદ્યાર્થીઓના Bogus Admissionનો થયો પર્દાફાશ, 100 વિદ્યાર્થીઓના એડમિશન કરાયા રદ

આ પણ વાંચો:વડોદરામાં નકલી પોલીસ, નકલી જ્જ અને હવે વર્તમાનમાં એક Bogus Admissionની બની ઘટના

આ પણ વાંચો:લયા સ્કૂલનું કારસ્તાન સામે આવ્યું, RTE હેઠળ પ્રવેશ પામેલ બાળકને હેરાન કરવાનો આક્ષેપ