Not Set/ જાણો કેમ YSR કોંગ્રેસનાં સાંસદે પોલીસનાં બુટને ચુંબન કર્યું, શું છે કારણ ?

વાયએસઆર કોંગ્રેસ પાર્ટીનાં સાંસદ ગોરન્ટલા માધવે તેલુગુ દેશમ પાર્ટીના નેતા જે.સી. દિવાકર રેડ્ડીએ કરેલી પોલીસ સામેની કથિત ટિપ્પણી સામે પોતાનો વિરોધ નોંધાવતા શહીદ પોલીસ કર્મચારીના પગરખાંને સાફ કરી અને ચુંબન પણ કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે,  આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાના હિંદુપુર સંસદીય મત વિસ્તારના સાંસદ માધવએ પણ જે.સી. દિવાકર રેડ્ડી વિરુદ્ધ જાહેરાત કરી હતી કે પાર્ટી […]

Top Stories India Videos

વાયએસઆર કોંગ્રેસ પાર્ટીનાં સાંસદ ગોરન્ટલા માધવે તેલુગુ દેશમ પાર્ટીના નેતા જે.સી. દિવાકર રેડ્ડીએ કરેલી પોલીસ સામેની કથિત ટિપ્પણી સામે પોતાનો વિરોધ નોંધાવતા શહીદ પોલીસ કર્મચારીના પગરખાંને સાફ કરી અને ચુંબન પણ કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે,  આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાના હિંદુપુર સંસદીય મત વિસ્તારના સાંસદ માધવએ પણ જે.સી. દિવાકર રેડ્ડી વિરુદ્ધ જાહેરાત કરી હતી કે પાર્ટી હાઈકમાન્ડ દ્વારા મંજૂરી આપવામાં આવે તો તે ટીડીપી નેતાને પાઠ ભણાવવા માટે તેમની સાંસદ બેઠક પરથી રાજીનામું આપીને પોલીસ વિભાગમાં ફરી જોડાશે.

શું છે સમગ્ર વાત ?
હકીકતમાં, રેડ્ડીએ બુધવારે અનંતપુરમાં પાર્ટીની બેઠકમાં કહ્યું હતું કે ટીડીપી ફરીથી સત્તા પર આવશે તો પોલીસકર્મીઓએ તેમના પગરખાં ચાટવા પડશે. અનંતપુર જિલ્લાના પોલીસ અધિકારીઓના સંઘે તેમને બિનશરતી માફી માંગવા જણાવ્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે જો તે આ નહીં કરે તો તેમની સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવશે. 

ગોરન્ટલા માધવ સાંસદ બનતા પહેલા નિરીક્ષક હતા
નોકરી છોડતાં પહેલાં અને આ વર્ષે મે મહિનામાં લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા પહેલાં, ગોરન્ટાલા માધવ કાદિરી પોલીસ સ્ટેશનમાં નિરીક્ષક હતા. માધવએ કહ્યું કે રેડ્ડીનું પોલીસ દળોનું અપમાન કરવું એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. પોલીસ દેશની કાયદો અને વ્યવસ્થા અને અખંડિતતાનું રક્ષણ કરે છે. માધવે કહ્યું કે મેં દિવાકર રેડ્ડી સામે વિરોધ નોંધાવવા અનંતપુરમાં શહીદ થયેલા પોલીસ કર્મચારીના જૂતાને સાફ અને ચુંબન કર્યું. લોકોના જીવ બચાવવા અને દેશની રક્ષા માટે પોલીસ જવાનોએ પોતાનો જીવનું બલિદાન આપ્યું હતું . 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.