પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ફરી એકવાર વિવાદમાં ફસાયેલો જોવા મળી રહ્યો છે. રવિવારે દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી અને અંતિમ વનડેમાં તેની એક ભૂલે ચાહકો અને તેમના ટીકાકારોને નારાજ કર્યા હતા. આ પછી લોકોએ BCCI પાસે વિરાટ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ પણ કરી.
Chewing gum during national anthem😳.
No doubt, you are the best batsman earth has ever produced.
We ideolizes you and yes, offcourse!! Your coolness too.But this much coolness?🤷🏼♂️
Disgusting!! What example you’re setting for us king ?? @imVkohli
#INDvsSAF pic.twitter.com/UVxW81EGo7— Suryansh Suryavanshi (@Suryansh_VL) January 23, 2022
વાસ્તવમાં કેપટાઉનમાં મેચ શરૂ થતા પહેલા ભારતીય રાષ્ટ્રગીત વાગી રહ્યું હતું. આ દરમિયાન તમામ ખેલાડીઓ એકસાથે ઉભા રહીને રાષ્ટ્રગીત ગાતા જોવા મળ્યા હતા જે બ્રોડકાસ્ટરના કેમેરામાં કેદ થયા હતા. જો કે આ દરમિયાન વિરાટ કોહલી ચ્યુઈંગ ગમ ચાવવામાં જોવા મળ્યો હતો. કેમેરાના અલગ-અલગ એંગલથી લેવાયેલા શોટમાં વિરાટ બે વખત દેખાયો અને બંને વખત તે એક જ વસ્તુ કરતો જોવા મળ્યો. લોકોને વિરાટની આ હરકત પસંદ ન આવી અને તે ટ્રોલ થવા લાગ્યો.
